SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ઘડેલો તે કાયદો જ અસલામતી, અસમાધિ અને અવ્યવસ્થા પેદા કરે તો તેનું પાલન શેના માટે? આત્મિક સમાધિ અને રાગ-દ્વેષના નાશ માટે આરાધના કરવાની છે, પણ તે આરાધના જ અસમાધિ કે રાગ-દ્વેષ પેદા કરે તો? મિથ્યાત્વ જાય, સમકિત આવે ત્યારે આત્મા ચોથા ગુણઠાણે ગણાય. વૃત્તિ નિર્મળ બની; પણ અવિરતિ હોવાથી પ્રવૃત્તિ સુંદર ન બની. અહીં માન્યતા અને આચરણા જુદી જુદી છે. સામાયિક ગમે છે પણ થતું નથી ! પાપની જાણકારી છે, પણ છૂટતું નથી. ધર્મ ગમે છે, પણ થતો નથી. બેઘાઘંટુ જીવન જીવાય છે. જ્યારે વિરતિ આવે ત્યારે વૃત્તિ અને પ્રવૃત્તિ સમાન બને. વૃત્તિ અને પ્રવૃત્તિ વચ્ચે લાંબા સમય સુધી અંતર ન રહે. જો વૃત્તિ બળવત્તર બને તો તેને અનુરુપ પ્રવૃત્તિ થયા વિના ન રહે. ખોટી પ્રવૃત્તિ બળવાન બને તો વૃત્તિ પલટાયા વિના ન રહે. માટે સારી વૃત્તિ જાગે તો તરત જ તેને અનુરુપ પ્રવૃત્તિમાં જોડાઇ જવું જોઇએ. પરમાત્માના વચન પ્રમાણેની વૃત્તિ તે સમ્યગ્દર્શન અને પરમાત્માના વચન પ્રમાણેની પ્રવૃત્તિ તે વિરતિ. સમ્યગ્દર્શન આવ્યા પછી વિરતિ આવે જ, પણ જો વિરતિને નહિ લાવો તો આવેલું સમ્યગ્દર્શન પ્રાયઃ ગયા વિના નહિ રહે. સમ્યગ્દર્શન તો કિંમતી રત્ન છે. તેને વિરતિ નામની દાબડીમાં મૂકો તો જ ટકે. નહિ તો તે ચોરાયા વિના ન રહે. મરિચિના જીવનમાંથી વિરતિ જતાં, થોડા સમયમાં સમ્યગ્દર્શન પણ ગયું. તે વાત કદી ન ભૂલવી. આવેલા સમ્યગ્દર્શનને ટકાવવા જલ્દીથી વિરતિ ધર્મમાં જોડાવું જરુરી છે. સર્વ પાપોનો ત્યાગ કરીને સર્વવિરતિ સંયમજીવન સ્વીકારવું જોઇએ. છેલ્લે બાર વ્રતો કે બાર વ્રતમાંનું એકાદ વ્રત કે તેના એકાદ ભાંગાને પણ સ્વીકારીને દેશવિરતિ શ્રાવકજીવન સ્વીકારવું જોઇએ. શી મિથ્યાત્વ અને અવિરતિના દરવાજાને સંપૂર્ણપણે બંધ કરનારા સર્વવિરતિધર સાધુઓને પણ હજુ કષાય અને યોગ નામના બે દરવાજા ખુલ્લા છે. સંયમજીવનમાં અપ્રશસ્ત ક્રોધ-માન-માયા-લોભને પ્રશસ્તમાં ફેરવવાનો પ્રયત્ન કરવો; પણ અપ્રશસ્ત અને પ્રશસ્ત વચ્ચેની લક્ષ્મણરેખા ઘણી પાતળી છે. તેથી પ્રશસ્તના નામે અપ્રશસ્ત કષાયો સેવાઇ ન જાય તેની કાળજી રાખવી. ધર્મના નામે, સત્યના નામે, પ્રશસ્તના નામે આપણા અંગત રાગ-દ્વેષકષાયો પોષવાના, વધુ મજબૂત કરવાના પ્રયત્ન તો થતા નથી ને? તે ચકાસવું જરુરી છે. કષાયો પેદા જ ન થાય તેવા પ્રયત્નો કરવા. કષાય પેદા થવાની શક્યતા તત્વઝરણું ૧૩૦
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy