SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત ૨૦૫૮ ભાદરવા વદ - ૬ શનિવાર, તા. ૨૮-૦૯-૦૨ જૈન શાસનનો પાયાનો સિદ્ધાન્ત અનેકાન્તવાદનો છે. ખોટી પક્કડ ના જોઇએ. અન્ય મિથ્યાત્વ કરતાં આભિગ્રહિક અને આભિનિવેશિક મિથ્યાત્વ વધારે ખરાબ છે, કારણકે તેમાં કદાગ્રહ છે. ખોટી પક્કડ છે. જૈન શાસનના તમામ પદાર્થો રાગ-દ્વેષને દૂર કરીને મોક્ષે જવા માટે છે. વિષય-કષાયોથી દૂર થવા માટે છે. સત્યનો એવો આગ્રહ કઇ રીતે રખાય કે જેમાં રાગ-દ્વેષને ખતમ કરવાનો મુખ્ય હેતુ જ ખતમ થઇ જાય ! કદાગ્રહ ખૂબ ખરાબ છે. કદાગ્રહી વ્યક્તિ પ્રવચન સાંભળવા માટે અયોગ્ય છે. કદાગ્રહીને ઉપદેશ આપવાની શાસ્ત્રકારોએ ‘ના’ પાડી છે. હડકાયી કૂતરીને કસ્તુરીનો લેપ કરવાની કરુણા થોડી કરાય ? કાચા ઘડામાં પાણી નાંખો તો ઘડો ફૂટે અને પાણી પણ જાય ! ભગવાન મહાવીરદેવે ચંડકૌશિકને ઉપદેશ આપ્યો, કારણકે તે કદાગ્રહી નહોતો; પરંતુ સંગમને ઉપદેશ ન આપ્યો. માત્ર આંસુનું દાન કર્યું, કારણકે તે કદાગ્રહી હતો. સર્વત્ર અનેકાંતવાદ છે. અરે ! અનેકાંતવાદ પણ એકાંતથી નથી. તેમાં ય અનેકાંત છે. પરસ્પર વિરોધી જણાતી વાતો પણ જુદી જુદી અપેક્ષાએ વિચારતાં સાચી હોઇ શકે છે. તે જાણવા માટે અનેકાંતદેષ્ટિ જોઇએ. જુદા જુદા અનેક સત્યોમાંથી તે સત્યને સત્ય રુપે સ્વીકારવું કે જેનાથી રાગ-દ્વેષ ઘટે. જેનાથી રાગ-દ્વેષ વધે તે સત્ય હોય તો પણ આપણા માટે તો અસત્ય છે. આપણે સત્યગ્રાહી ચોક્કસ બનવું પણ સત્યાગ્રહી કદી ન બનવું. પોતાના માટે સત્યને ગ્રહણ કરવું પણ સત્યને બીજા ઉપર ઠોકી બેસાડવાનો આગ્રહ ન રાખવો. લોકોને તકલીફ ન પડે તે માટે કૂતરા વગેરે પશુઓને બસમાં ન ચડાવતા ઉપર બેસાડવાનો કાયદો ઘડાયો. એક વ્યક્તિ બસમાં કૂતરાને લઇને ચઢી. સમજાવવા છતાં ઉતરતી નથી. ડ્રાઇવરે બસ અધવચ્ચે ઊભી રાખી. આગળ ચલાવતો નથી. લોકો કહે છે કે આ જીદી માણસ ન માનતો હોય તો કૂતરો ભલે બસમાં રહે, અમને જલ્દી આગળ લઇ જાઓ. ડ્રાઇવર-કંડક્ટર માનતા નથી. છેવટે લોકો રીક્ષા કરીને પોતાના સ્થાને ગયા. લોકોને તકલીફ ન પડે તે માટે બનાવેલા કાયદાનું પરાણે પાલન કરાતાં લોકોને વધારે તકલીફ પડી. આ તે કેવી જડતા? પ્રજાની સલામતી, સમાધિ અને વ્યવસ્થા માટે કાયદા ઘડવા પડે, પણ જે તત્વઝરણું ૧૨૯
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy