SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જંચ-નમુત્યુi-જર્યાવયરાય સંપૂર્ણ બોલીને દેવવંદન સમાપ્ત કરાય છે. આ ઉત્કૃષ્ટ દેવવંદન છે. આ માત્ર મુખ્ય પ્રકારો બતાવ્યા છે. બીજા પણ પ્રકારો ચૈત્યવંદનના કહા છે. શ્રાવક-શ્રાવિકાએ હંમેશા ત્રણવાર, ઉત્કૃષ્ટ દેવવંદન કરવાની તથા સાધુ-સાધ્વીજી મહારાજે બે વાર ઉત્કૃષ્ટ દેવવંદન કરવાની પ્રભુની આજ્ઞા છે. સવારે શરીરશુદ્ધિ કરીને શુદ્ધ વયપૂર્વક પરમાત્માની વાસક્ષેપ પૂજા કરીને દેવવંદન કરવું. બપોરે અષ્ટપ્રકારી પૂજા કરીને દેવવંદન કરવું. સાંજે ધૂપ-દીપ-આરતી-મંગળદીવો કરીને દેવવંદન કરવું. ચૈત્યવંદનના બાર અંધકાર શાશમાં ઉત્કૃષ્ટ દેવવંદનના બાર અંધકાર બતાવ્યા છે. ચૈત્યવંદન દ્વારા કેટકેટલી આરાધના થાય છે તે સંક્ષેપમાં વિચારીએ. પ્રથમ ઈરિયાવહીથી નિઃશલ્ય થવાય છે. આત્મશુદ્ધિ થાય છે. એટલે ત્યાર પછી કરાતા ચૈત્યવંદનમાં એકાગ્રતા આવે છે. ચૈત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાનની પૂર્વે ઈરિયાવહી કરવાની શાશાજ્ઞા છે. એથી એમાં એકાગ્રતા આવે છે. તેથી આ ગાથા દ્વારા દ્રવ્ય તીર્થકરોને વંદન કરાય છે. નમુ©ણ અર્થાત્ નમુત્થણ થી નમો જિહાણ જિઅભયાણ સુધીના સૂત્ર દ્વારા ભાવતીર્થકરને વંદન કરાય છે. ભગવંતના નામને નામંજન કહેવાય છે. ભગવંતના પ્રતિમાને સ્થાપનાજન કહેવાય છે. ભાવંજનની પછી અને પૂર્વની અવસ્થામાં રહેલા ભગવાનને દ્રવ્યંજન કહેવાય છે. તીર્થંકરનામકર્મના વિપાક ઉડયે વર્તતા, સમવસરણમાં દેશના આપતા કે વિહાર કરતા જિનને ભાતૃજન કહેવાય છે. नामजिणा जिणनामा, ठवणजिणा, पुण जिणिंदपडिमाओ । दव्वजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ।। આમ ચૈત્યવંદનથી ત્યારે નિક્ષેપાણી જિનેશ્વરપ્રભુને વંદન થાય છે. હજી આગળ વધીએ-ચાર થોયના દેવવંદનમાં પ્રથમ થોયથી સામે રહેલા જિનuતમાને વંદન થાય છે. તેથી સ્થાપના નિક્ષેપાને વંદન. ત્યારબાદ લોગસ્સ દ્વારા નામસ્તવ કર્યા પછી સવ્વલોએ અરિહંત ચેઈયાણ સૂત્ર અને તેની પછીના નવકારના કાઉસ્સગ તથા થોય દ્વારા લોકમાં એટલે કે ચૌદરાજલોકમાં રહેલ શાશ્વત-અશાશ્વત સર્વ ચૈત્યને (પ્રતિમાને) વંદન થાય છે. ચૌદરાજલોકમાં બે પ્રકારના ચૈત્યો હોય છે. (૧) શાશ્વત (૨) અશાશ્વત. શાશ્વત ચૈત્યો એટલે પરમાત્માના મંદિરો અને પ્રતિમા જેનું નિર્માણ કોઈએ કર્યું નથી. સ્વાભાવિક જ પુગલો હંમેશા માટે આ આકારે ગોઠવાઈ ગયા છે. ઉદાહરણ તરીકે સૂર્ય-ચંદ્ર ગ્રહ-નક્ષત્ર-તારા આપણી સામે જ છે. સૂર્ય-ચંદ્રને કોઈએ નથી બનાવ્યા. અનાદિકાળથી આ જ અવસ્થામાં છે. અલબત્ પુદ્ગલોનું ગમાગમ તેમાંથી ચાલુ છે પણ આકૃતિસ્વરૂપ આ જ રહે છે. તે બદલાતુ નથી. આ રીતે અનાદ્યકાલીન શાશ્વતચૈત્યો પણ જગતમાં છે. આની સંખ્યા અસંખ્યાત છે. વૈમાનિક દેવલોકમાં (બાર દેવલોક-નવરૈવેયક-પાંચ અનુત્તર મળી છે. - ચૈત્યવંદન મુખ્યતઃ દેવાધિદેવ તીર્થકર ભગવંતને વંન માટે કરાય છે. તીર્થકર ભગવંતના ચાર નિક્ષેપ છે. નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ. અહીં (૪ થોય કે ૮ થીયવાળા) દેવવંદનમાં ચાર પ્રકારના રેહંતોને વંન થાય છે. લોગસ્સસૂત્રને નામસ્તવ કહેવાય છે. તેમાં નામતીર્થકરોને વંદન થાય છે. અરિહંત ચેઈયાણં સૂત્ર દ્વારા સ્થાપનાનક્ષેપ (સમુખ) રહેલા પ્રતિમાજી ને વંદન થાય છે. નમુત્થણની છેલ્લી ગાથા- “જે આ અઈયા સિદ્ધા, જે આ ર્ભાવસ્તૃતપણાએ કાલે, સંપઈ પટ્ટમાણા, સબ્ધ વિહેણ વંદમ” આનાથી અતીતકાળમાં થયેલા અનંતા તીર્થંકરભગવંતોને, અનાગતકાળમાં થનારા અનંતા તીર્થકરોને તથા વર્તમાનમાં પણ છાશુપણામાં અથવા ગૃહસ્થપણામાં રહેલા તીર્થકરોને વંદના કરાય છે. આ બધા દ્રવ્યંજન કહેવાય (૧૫) (૧ )
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy