SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૩જુ - આહાર ૪ (૧) એકલું પણ જે ભૂખ શમાવવા સમર્થ હોય, અથવા (૨) જે લવણ (મીઠું) વગેરે આહારમાં આવતુ હોય, અથવા (૩) જે આહારને સ્વાદિષ્ટ બનાવે, અથવા (૪) ભૂખ્યો માણસ કાદવ જેવુ નીરસ દ્રવ્ય ખાય તે બધુ આહાર કહેવાય. પ્રથમ લક્ષણવાળો આહાર ચાર પ્રકારે છે. અશન-ફૂર વગેરે, પાનપાણી વગેરે, ખાદેમ-કુળ વગેરે, સ્વાદેમ-સુંઠ વગેરે. બીજા-ત્રીજા લક્ષણવાળા આહારના ભેગા ઉદાહરણ-અણનમાં જીરુ, હિંગ વગેરે, પાણીમાં કપૂર વગેરે, ફળાદે ખાદેમમાં મીઠું વગેરે, તંબોલાઈ સ્વાદમમાં કાથો વગેરે છે. ચોથા લક્ષણવાળા આહારનું ઉદાહરણ માટી છે. આહારના ચાર પ્રકાર (૧) "અણન - જલ્દીથી જે ભૂખને શમાવે તે અણન. મગ વગેરે કઠોળ, ભાત-ઘઉં વગેરે, સાથુ વગેરે (જુવાર-મગ, વગેરે શેકીને બનાવેલો લોટ), માંs1 વગેરે (પુSI, પોળી, રોટલી, રોટલા વગેરે, દુધ-દહેધી વગેરે, સર્વ પHig-મોદક વગેરે, રાબ વગેરે, સર્વ વનસ્પતિના કંદ-મૂળ-ફળાના રંધાયેલા શાક વગેરે તે બધુ અણન કહેવાય. (૨) પાન - ઈન્દ્રિય વગેરે પ્રાણો ઉપર જે ઉપકાર કરે તે પાન. છાણની આછ, જવનું ધોવણ, કેરનું ઘોવણ, ચીભડા વગેરે ફળોની અંદર રહેલું પાણી અથવા તેનું ધોવણ, દારુ વગેરે, શુદ્ધ પાણી વગેરે એ બધુ પાન કહેવાય. નાળીયેરનું પાણી, શેરડીનો રસ, છાશ વગેરે અશનમાં ગણાય. તિવહારના પચ્ચખાણમાં શુદ્ધ જળ જ વાપરવું કલ્પે. १. आशु - शीघ्रं क्षुधां- बुभुक्षां शमयतीत्यशनं, तथा प्राणानाम् इन्द्रियादिलक्षणानां उपग्रहे - उपकारे यद् वर्तत इति गम्यते तत् पानमिति, खमिति - आकाशं तच्च मुखविवरमेव तस्मिन् मातीति खादिमं, स्वादयति गुणान् - रसादीन् संयमगुणान्या યસ્તત: સ્થાન્ટિકમ્ | - આવશ્યક નિર્યુકિd હારેભટ્રીયવૃત્તિ (3) ખાદમ - મુર્માદ્રરુપી આકાશમાં જે સમાય તે ખાદેમ. સંપૂર્ણપણે ભૂખ ન શમાવે પણ કંઈક તૃપ્તિ કરાવે છે. શેકેલા ધાન્ય (મમરા, પઉં, ચણા, કાળીઆ, મગ વગેરે), ખજૂર, ખારેક, નાળીયેર, બદામ, ટ્રાક્ષ, કાજુ વગેરે મેવો, કેરી, ચીભSI, તરબૂજ, ખડબૂજ વગેરે ફળો, શેરડી, કોઠqડી, આમળાકંઠી, આંબાગોળી, કોઠીપત્ર, લિંબુઈપત્ર વગેરે એ બધુ ખાદેમ કહેવાય. (આ બધુ દુવિહારના પચ્ચખાણમાં ન કલ્પ). (૪) સ્વાદેિમ - દ્રવ્યને અને તેના રસાઠ ગુણોને સ્વાદ પમાડે તે, રાગદ્વેષ હત આસ્વાદન કરવાથી સંયમીના સંયુમગુણોને સ્વાદ પમાડે તે અથવા જેનું આસ્વાદન કરતા તે વસ્તુઓ પોતાના માધુર્યાદે ગુણોને નાશ પમાડે તે સ્વામિ. સુંઠ, હરડે, બેડા, પીપર, મરી, જીરુ, અજમો, જાયફળ, જાવંત્રી, કાથો, ખેરવટી, જેઠીમધ, કેસર, નાગકેસર, તમાલપત્ર, એલચી, લંવંગ, બિSલવણ, પીપરીમૂળ, કપૂર, બાવળછાલ, ધાવડીછાલ, ખેરની છાલ, ખીજડાછાલ, સોપારી, હિંગ, જ્વાસામૂળ, બાવચી, તુલસી, કચૂરો, તજ, સંચળ, તંબોલ, વરિયાળી, સુવા વગેરે સ્વાદેમ કહેવાય. આ બધુ વિહારના પરચખાણમાં કલ્પ. જીરુને કેટલાક સ્વાદિમમાં અને કેટલાક ખામમાં ગણે છે- એમ બે મત છે. અજમાને પણ કેટલાક ખાદેમ કહે છે. મધ, ગોળ, ખાંs, સાકર પણ સ્વાદિમ છે. પરંતુ તૃપ્તિકારક હોવાથી દુવિહારમાં ન કલ્પ. લિંબડાના અંગ (પાંદડા, છાલ, કાર્ડ, ફળ, ફૂલ વગેરે) ગોમૂત્ર, વગેરે મૂત્ર, ગળો, કડુ, કરિયાતુ, આંતવિષ, રાખ, હળદર, જવ, હરડે, બેડા, આમળા, બાવળછાલ, ફટકડી, થુવર, આESI વગેરે જે વસ્તુઓ ખાવામાં સ્વાદ વિનાની અથવા અનિષ્ટ સ્વાદવાળી હોય તે અણાહારી જાણઊં.
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy