SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી ભોજનની ભૂતાવળમાં પડ્યા રહેવું છે ? રે હતભાગી જીવડા ! આવા મહાન પર્વના દિવસે પણ જો તપ નહિ કરે તો ક્યારે કરીશ ? ક્યારે તું આ ખાવાની લપમાંથી છૂટીશ? ક્યારે આ કર્મના પાંજરામાંથી મુક્ત બનીશ ? ક્યારે તું અણાહારી પદ મેળવીશ ? આમ અણાહારી પદની ભાવના ભાવતા ભાવતા મુનિવરે ઘાતી કર્મની બેડીઓ તોડી નાખી. રૂમઝૂમ કરતી કૈવલ્ય સુંદરીએ તેમના કંઠ પર વરમાળા સ્થાપિત કરી, મુનિવર કેવળી બન્યા. તરત જ દેવ સમૂહ મહોત્સવ કરવા દોડી આવ્યો. સુવર્ણના કમળ પર મુનિરાજને બેસાડ્યા. પેલા તપસ્વીઓ તો આ દશ્ય બાઘા બનીને જોઇ જ રહ્યા. પણ હવે તેમનો મદ ઓસરી ગયો હતો. તેઓ પણ ઊંડા મંથનમાં ઊતરી પડ્યા : ‘તપસ્વી તો એ જ કુરગડ મુનિ; જેમણે ભાવ તપનું સેવન કર્યું. એમ અમે શાના તપસ્વી ? અમે તો નિંદક. આવા કેવળી મહાત્માની આશાતના કરનારા ! અમારું પડતું મૂકીને પારકી ચિંતા કરનારા ! એમણે સંયમ સાચવ્યું ને આત્માનું કામ કાઢયું. તે તયાં ને અમે રહ્યા.’ આમ દિલથી ખમાવતા ઘોર પશ્ચાત્તાપ કરતા તે ચારેય તપસ્વી મુનિઓ પણ કેવળજ્ઞાન પામ્યા. ચારે તરફ આનંદનું મોજું ફરી વળ્યું. સૌનું હૃદય બોલતું હતું : ધન્ય તપ ! ધન્ય તપસ્વી ! ધન્ય ક્ષમા ! ધન્ય ક્ષમાશ્રમણ ! ઉપબૃહણાના અભાવે એક હતા મહાન આચાર્ય ! નામ હતું : રુદ્રાચાર્ય... અનેક શિષ્યોના ગુરુ ! અનેક શાસ્ત્રોના પારગામી ! અનેક ભક્તોના આરાધ્ય ! એ આચાર્યશ્રીને ૪ શિષ્યો ઘણા જ શાસન-પ્રભાવક હતા. એકેકથી ચડે તેવા...! એક વખતે ચાતુર્માસ માટેની અનેક ક્ષેત્રોની વિનંતી આવતાં આચાર્યશ્રીએ પોતાના ચારેય શાસન પ્રભાવક શિષ્યોને જુદા-જુદા સ્થળે ચાતુર્માસ માટે મોકલ્યા. ચારેય શિષ્યો વિદ્વાન તો હતા જ અને વિશિષ્ટ પુણ્ય-બળ પણ હતું જ. આથી જ ચાતુર્માસના ક્ષેત્રોમાં એમણે સુંદર જમાવટ કરી. અનેક લોકોને ધર્માભિમુખ બનાવ્યા અને મહાન શાસન પ્રભાવના કરી. આ પ્રમાણે ચારેય શિષ્યો જયારે ચોમાસું પૂર્ણ કરીને આવ્યા ત્યારે ગુરુદેવ રુદ્રાચાર્યે એમની જરાય પૂછ-પરછ ન કરી.. ચોમાસું કેમ ગયું ? ત્યાંના લોકો કેવા હતા ? કાંઇ તકલીફ તો નથી પડીને ? ધર્મારાધનામાં કોઇ વિક્ષેપક તત્ત્વો તો હોતા ને ? શ્રાવકો કેવા લાગ્યા ? કેટલું પરિવર્તન આવ્યું ? વ્યાખ્યાનમાં કયો ગ્રંથ વાંચ્યો ? કઇ આરાધના કરાવી ? વગેરે પ્રશ્નો પૂછવા બજે મધુર બંસરી * ૩૦૫ આ વાત તો આપણા દિલમાં બરાબર ઠસી જવી જોઈએ કે સકલ કલ્યાણના કારણે શ્રી અરિહંત દેવ છે આવું માન્યા વિના ભક્તિ પ્રગટવાની નથી. ભક્તિ વિના મુક્તિ મળવાની નથી. - પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ. સા. બજે મધુર બંસરી * ૩૦૪
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy