SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ નમ્ર છે. વત્સ ! તું ગભરાઇશ નહિ. ભલે તું નવકારશીનું તપ કરે... પણ જો સમતા રાખીશ તો અવશ્ય તારું આત્મકલ્યાણ થશે.' ગુરુદેવના આવા વચનામૃતો સાંભળી આ મુનિવરનું મન નાચી ઉડ્યું. તેઓ રોજ નવકારશી વખતે એક ગાડવો ભરીને ભાત વાપરે છે. વાપરે છે છતાં અનાસક્તિ કેટલી ? વાપરવામાં બીજું કંઇ જ નહિ. ફક્ત લૂખા ભાત જ ! ખાલી પેટને ભાડુ જ આપવું છે ને? એમાં સ્વાદના ચટકા શા માટે ? દરરોજ આવી રીતે ઘડો ભરીને ભાત વાપરવાથી એમનું નામ પડી ગયું : કૂરગડુ મુનિ. કૂર એટલે ભાત અને ગડુ એટલે ગાડવો-ઘડો. તેમની સાથે રહેનારા બીજા સાધુઓ તો ઘણા તપસ્વી હતા. એમાં ચાર પોતાના ગુરુભાઇઓ તો બહુ જ તપસ્વી ! એક મુનિ એક મહિનાના ઉપવાસ કરે છે. બીજા બે મહિનાના, ત્રીજા ત્રણ મહિનાના અને ચોથા ચાર મહિનાના ઉપવાસે પારણું કરે અને પાછા તેટલા જ ઉપવાસ શરૂ કરી દે. આવા પ્રકારની તપાલબ્ધિથી એમની ખ્યાતિ પણ દૂર-સુદૂર સુધી ફેલાઇ હતી. આ બધા જ તપસ્વી મુનિઓ આ કૂરગડુ મુનિની ભરપેટ નિંદા કરે છે : જોયો આ ખાઉધરો ? ખાવા માટે જ જાણે દીક્ષા લીધી છે. આવું જ કરવું હતું તો દીક્ષા શા માટે ? ન કોઇ દિ આંબિલ, ન ઉપવાસ, ન એકાસણું ! નું બેસણું અરે પોરસી પણ નહિ. ‘નહિ પોરસી, નહિ બેસણું, નહિ આંબિલનો ખ૫; લીધા ઝોળી પાતરાને, આવી ઊભા ટપ.' અરેરે ! આમનું બિચારાનું શું થશે ? અલ્યા કૂરગડુ ! તું કેવો ખાઉધરો છે ? સાધુતાનું કંઈ ભાનબાન છે કે નહિ ? સવાર પડી ને લીધા ઝોળી પાત્રા ને ઊપડ્યા. આ કાંઇ જીવન છે ? આવું મોઢામોઢ તપસ્વીઓ સંભળાવી દે છે છતાં આ મુનિ મનથી પણ ક્રોધ કરતા નથી, ઉદું વિચારે છે, ‘હું કેટલો હતભાગી છું કે કાંઇ તપ પણ કરી શકતો નથી. કેવા છે આ ભાગ્યશાળી મુનિવરો કે ઘોર તપશ્ચર્યા કરે છે. મારી એવી ધન્ય દશા ક્યારે આવશે ? ક્યારે આવશે ?' એક દિવસે ઉપાશ્રયમાં શાસનદેવી વંદન કરવા આવી. બધાને છોડીને એ તો કૂરગડુ મુનિ પાસે જઇને હાથ જોડીને ઊભી રહી. ત્યાંજ પેલા તપસ્વીઓ બરાડ્યા : અલી ભલીભોળી દેવી ! તું કેમ ભૂલી પડી ? તપસ્વી એ નથી. અમે છીએ. આમ આવ આ બાજુ અમને વંદન કર, ખાઉધરાના વંદનથી શો લાભ છે ? ‘ઓ અભિમાની તપસ્વીઓ ! સાધુનો સૌ પ્રથમ ધર્મ ક્ષમા છે. ક્ષમા જ સૌથી મોટું તપ છે. ક્ષમા નથી તે ક્ષમા-શ્રમણ કેવો ? ભલે આ મુનિ પાસે દ્રવ્ય તપ નથી, પણ ભાવ તપ જરૂર છે. તમારાથી એ મહાન છે માટે મેં એમને સૌથી પ્રથમ વાંદ્યા. આમ બોલી દેવી અદેશ્ય થઇ ગઇ. પેલા મુનિઓ તો આભા જ થઇ ગયા. ક્રમશ: સંવછરીનો દિવસ આવ્યો. સુધા વેદનીયથી પીડિત કરગડુ મુનિ ભાતનો ઘડો વહોરી લાવ્યા. સાધુ જીવનના ક્રમ પ્રમાણે તેમણે પેલા તપસ્વી મુનિઓને નિમંત્રણ કર્યું: મુનિવરો ! લાભ આપો.' હવે જા ... જા ... લાભ આપો ના પૂંછડા ! ખબર નથી અમારે ઉપવાસ ચાલે છે ? ને એમાંય આજે તો સંવચ્છરીનો દહાડો છે. બહુ ચાંપલાઇ કર્યા વિના હવે માંડ વાપરવા.' આમ બોલીને તપસ્વીઓ તે પાત્રામાં ક્યા. પણ સમતાના સાગર આ મુનિવર તો શાંત જ રહ્યા. મનમાં માનવા લાગ્યા : અહો ! મારા કેવા અહોભાગ્ય કે આવા મહાન તપસ્વીઓની પવિત્ર થૂક આ પાત્રમાં પડી. તેઓ વિચારવા લાગ્યા : હે આત્મન્ ! તું આવો ને આવો ખાઉધરો ક્યાં સુધી રહીશ ? ક્યાં બજે મધુર બંસરી * ૩૦૩ બજે મધુર બંસરી + ૩૦૨
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy