SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ વિચલિત કરી શકે તેમ નથી, ત્યારે વ્યાખ્યાનાદિ દ્વારા લોકસંપર્ક કરવો ઇષ્ટ પણ ગણાય. આથી જ તો સંપૂર્ણ દસપૂર્વ ભણી ગયેલાને જિનકલ્પ સ્વીકારવાની ના પાડેલી છે. કારણ કે જંગલમાં રહી એ એકલો સાધના કરે તેના કરતાં લોકો વચ્ચે રહી એ વધુ પરોપકાર કરી શકશે. દસ પૂર્વ પૂરા થઇ ગયા છે એટલે જનસંપર્ક વચ્ચે પણ જળકમળની જેમ અલિપ્ત રહી શકશે. આવા વિધાનથી પરોપકારની મહત્તા સમજાય છે. જ્યારે હૃદયમાં કરુણા, મૈત્રી અને પરોપકારની ભાવના જાગે છે ત્યારે લોકો સ્વયમેવ તમારી પાસે દૂર-સુદૂરથી આવતા રહે છે. લોકોને બોલાવવાની જરૂર પડતી નથી. આધોઇમાં પ્રસિદ્ધ પત્રકાર કાંતિ ભટ્ટે મને પૂછેલું : તમારી પાસે હજારો લોકો દૂર-દૂરથી આવતા રહે છે. તમે લોકોને શી રીતે પ્રભાવિત કરો છો ? મેં કહેલું : ‘હું કોઇને પ્રભાવિત કરતો નથી, પ્રભાવિત કરવામાં માનતો પણ નથી. લોકો સહજ રીતે આવતા રહે છે. એક વાત પાકી છે કે જ્યારે આપણા હૃદયમાં કરુણા અને મૈત્રીની ધારા પેદા થાય ત્યારે એની અસર સામા પર અચૂક પડે જ. આપણે લોકોને ચાહીએ તો લોકો આપણને અવશ્ય ચાહવાના. ‘ભાવાત્ ભાવ: પ્રજ્ઞાયત્તે ।' ભાવથી હંમેશા ભાવ પેદા થતો હોય છે. એક વાત તો અનુભવ-સિદ્ધ છે કે જે માણસ પોતાનામાં જેટલો ઊંડો જઇ શકે તે બીજામાં તેટલા પ્રમાણમાં ઊંડો જઇ શકશે. લોકોની વચ્ચે જ કાયમ રહેવાથી આપણે આપણા જ ઊંડાણમાં જઇ શકતા નથી. કાયમ સપાટી પર જ છબછબીઆ કરતા રહીએ છીએ. ઊંડાણમાં જવા એકાંત અત્યંત ઉપયોગી સિદ્ધ થાય છે. ઉપદેશધારા × ૨૫૪ (૩૭) ૨૨. સ્થાતવ્ય સભ્યત્વે । ‘સમ્યક્ત્વમાં સ્થિર રહેવું' આ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. ઘણા સાધકો સાધનાના ઇચ્છુકો હોય છે, પણ જ્યાં ત્યાં ભટકતા રહેવાથી સન્માર્ગથી, સમ્યક્ત્વથી ભ્રષ્ટ બની જાય છે. એને બીજી-બીજી ધ્યાન-પદ્ધતિઓ સારી લાગતી રહે છે... અન્યાન્ય ધ્યાન-પદ્ધતિના પ્રયોગમાં એ સ્વમાર્ગ ચૂકી જાય છે. પણ ઉપા. યશોવિજયજી કહે છે : ૫રમાર્થથી મનની શુદ્ધિ ત્યારે જ મનાય જ્યારે તમારી પાસે સમ્યક્ત્વ હોય. સમ્યક્ત્વ વિના તો એ મોહગર્ભિત કહેવાય. ક્યારેક ઉલ્ટું, વિઘ્નકારી પણ બને ! દાન, શીલ વગેરે સમ્યક્ત્વ હોય તો જ ફળ આપે. ઘણીવાર મિથ્યાત્વીઓની સાધના-પદ્ધતિઓ જોઇને આપણે અંજાઇ જઇએ છીએ : કેટલી સુંદર સાધના છે ! પણ આપણે ભૂલી જઇએ છીએ : ગમે તેટલી સુંદર દેખાતી સાધના હોય, પણ અંદર જો મિથ્યાત્વ બેઠું હોય તો એનો કોઇ જ અર્થ નથી. મિથ્યાત્વી આંધળો બાણાવળી છે. આંધળો બાણાવળી ભલે શબ્દવેધી હોય, હિંમતબાજ હોય, દુ:ખને સામી છાતીએ ઝીલનારો હોય, ધન, સ્વજન વગેરેનો ત્યાગ કરી સામી છાતીએ દુશ્મન સામે લડનારો હોય, પણ એ કદી જીતી શકે ખરો ? મિથ્યાત્વી પણ આવો જ છે. ભલે એ ઉગ્ર ક્રિયા કરે, ઘોર તપ કરે, સ્વજન-ધન આદિ છોડી દે, પણ એ મોહરાજાને જીતી શકે નહિ. ઉપદેશધારા * ૨૫૫
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy