SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. સેવ્યો રે: સવા વિવશ | આતા ‘સદા એકાંત સ્થળનું સેવન કરવું છે યોગી માટે એકાંત મહત્ત્વપૂર્ણ છે. યોગી અને ભોગી બંનેને એકાંત જોઇએ, પણ એક એકાંત પામીને કર્મક્ષય કરે છે જયારે બીજો કર્મબંધન કરે છે. યોગી માટે ઘણો લોકસંપર્ક ખતરનાક છે. જે સત્તા પ્રાપ્ત કરવા માંગતો હોય તે લોકસંગ્રહ કરે તે ઠીક હશે, પણ આત્મસત્તા પ્રાપ્ત કરવા ચાહનારે તો લોકોની ભીડથી ભાગવું જ રહ્યું. ઓળખાણને મોટી ખાણ કહેવાઇ છે. સામાન્ય લોકો માટે ભલે તે સુખની ખાણ હોય, પણ યોગી માટે તે દુ:ખની ખાણ થઇ પડે છે. સામાન્ય માણસ ઇચ્છતો રહે છે : મારી પાસે વધારે લોકો આવે. જ્યારે યોગી ચાહતો હોય છે : હું લોકોથી અળગો રહું ! લોકો મારાથી દૂર રહે ! છતાં આશ્ચર્યની વાત છે કે જે ચાહે છે તેની પાસે લોકો જતા નથી, જયારે નહિ ચાહનાર યોગી પાસે લોકોનો ધસારો થતો રહે છે, લોકોનો સખત ધસારો જોઇ ક્યારેક યોગીને કોઇક “યુક્તિ' લગાડવી પડે છે. બે યોગી હતા. લોકોથી દૂર-સુદૂર રહી સાધના કરતા હતા. ધીરે-ધીરે લોકોને ખબર પડતાં ટોળાના ટોળા ત્યાં આવવા લાગ્યા . લોકોની અતિભીડના કારણે બંને ત્રાસી ગયા : આ ભીડને રોકવી શી રીતે ? દુકાનમાં ગ્રાહક ન આવે તો તમે કંટાળી જાવ, પણ યોગીને ત્યાં ટોળું આવી પડે એટલે તે કંટાળી જાય ! યોગી કોઇને કહેતા નથી : તમે આવો, પણ એમનું ચુંબકીય વ્યક્તિત્વ જ એવું હોય છે, જે લોકોને દૂર-દૂરથી ખેંચી લાવે છે. યોગીની અપાર પ્રશાંત-વહિતાથી લોકોને વારંવાર પાસે આવવાનું મન થાય છે. લોકોની ભીડને રોકવા બંને યોગીઓએ યુક્તિ લડાવી. એક વખત ખૂબ જ મોટું ટોળું જયારે દર્શનાર્થે આવેલું ત્યારે જ બંને જણ જોર-શોરથી લડવા લાગ્યા, ગાળાગાળી કરવા લાગ્યા, મુક્કામુક્કી કરવા લાગ્યા. યોગીઓનું આવું દુર્વર્તન જોઇ લોકોએ વિચાર્યું : અરે... આપણાથી પણ મોટો સંસાર આ લોકો પાસે છે. આપણી જેમ આ લોકો પણ ઝગડે છે. આપણે તો હજુયે સારા ! કારણ કે આપણે માલ-મિલકત માટે લડીએ છીએ, જ્યારે આ લોકો તો ચીંથરા માટે લડે છે અને તેમનો દંભ તો જુઓ ! આપણને વળી શાંતિનો ઉપદેશ આપે છે. છ... આપણે બીજીવાર અહીં આવવું નથી. ધીરે-ધીરે આ વાત બધે ફેલાઇ ગઇ ! લોકોનું આવવું બંધ થયું. યોગીઓને નિરાંત થઇ. સાધના માટે પુષ્કળ સમય મળવા લાગ્યો. તો શું લોકોથી આ રીતે દૂર રહેવું ? લોકો પર ઉપકાર કરવો જ નહિ ? નહિ. સાવ એવું નથી. અહીં માત્ર સાધના-કાળની વાત છે. સાધના-કાળ દરમ્યાન ભગવાન મહાવીરદેવ લોકોથી અળગા રહ્યા હતા, પણ કેવળજ્ઞાન થતાં જ લોકોની વચ્ચે આવી ગયેલા. લોકો પર જ્ઞાનીઓ ઉપકાર નહિ કરે તો કોણ કરશે ? લોકસંપર્કથી ખલેલ પહોંચતી હોય એવી અપક્વ દશામાં લોકોથી દૂર રહેવું હિતાવહ છે. જયારે એવી ખાતરી થઇ જાય : લોકોની ગમે તેટલી ભીડ મારી શાંતિને હટાવી શકે તેમ નથી, મને ઉપદેશધારા * ૨૫૨ ઉપદેશધારા + ૨૫૩
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy