SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ આંખમાં કીકી ને ફૂલમાં સુગંધ સાર છે, તેમ બધી જ ધર્મક્રિયાઓનો સાર સમ્યક્ત્વ છે. ૬૦ હજાર વર્ષ સુધી તામલિ તાપસે ઘોર તપ કર્યું છતાં તે મિથ્યાત્વના કારણે અજ્ઞાન તપ ગણાયો છે. આત્માર્થીએ સમ્યક્ત્વમાં દઢ રહેવું ઘણું જ જરૂરી છે; આજના યુગમાં તો ખાસ જરૂરી છે, જયારે ચારેબાજુથી અનેકાનેક પ્રકારના આકર્ષણો આક્રમણ કરી રહ્યા છે. મને ઘણીવાર વિપશ્યના આદિના ધ્યાન માટે કહેવામાં આવ્યું છે, પણ મારો હંમેશાં એક જ જવાબ રહ્યો છે : જયાં ભગવાન ન હોય, ગુરુ ન હોય, મંત્ર ન હોય, છ આવશ્યકો ન હોય ત્યાં હું શી રીતે હોઊં ? શ્વાસ જોવામાં એટલો સમય શા માટે બગાડું ? એના કરતાં એટલો સમય ભગવાનમાં ન ગાળું ? જયાં ભગવાન ન હોય, ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત ન થતી હોય, ભગવાનની આજ્ઞાનું પાલન ન હોય ત્યાં મને કદી રુચિ થાય નહિ. જે ભગવાનની કૃપાથી આ બધું પામ્યા હોઇએ, એ જ ભગવાનને ભૂલીને આપણે શું સિદ્ધ કરવાના ? એવા ધ્યાનથી કદાચ ક્યારેક મનની શુદ્ધિ થતી જણાય, રાગદ્વેષ ઘટી ગયેલા જણાય, પણ એ બધું ક્ષણિક સમજવું. એકાંતરા તાવમાં એક દિવસ તાવ જરાય ન જણાય, પણ અંદર તો બેઠેલો જ હોય. તેમ અહીં બહારથી રાગ-દ્વેષાદિ ચાલ્યા ગયેલા દેખાય, પણ અંદર મૂળિયા તો પડેલા જ હોય. જરાક નિમિત્ત મળતાં પાછા એ હાજર ! ભગવાનની કૃપા વિના રાગ-દ્વેષાદિ દોષો જીતી શકાતા નથી, એવી મારી પાકી શ્રદ્ધા છે. મૂળમાં મિથ્યાત્વ રહેલું હોય, એવી કોઇ ક્રિયા ફળી શકે નહિ, સારું ફળ આપી શકે નહિ. રાગ-દ્વેષનો નાશ કરવો એ આપણું પ્રાથમિક કાર્ય નથી, મિથ્યાત્વનો નાશ પ્રાથમિક કાર્ય છે. મિથ્યાત્વને દૂર કર્યા વિના રાગ-દ્વેષના નાશ માટે કરાતી સાધના છેતરામણી છે. ગુણસ્થાનકમાં તમે જુઓ. ચોથા ગુણઠાણે મિથ્યાત્વ જાય, સમ્યકત્વ આવે. જયારે રાગ-દ્વેષાદિ ક્યારે જાય ? વીતરાગ અવસ્થા ક્યારે આવે ? ઠેઠ બારમા ગુણઠાણે. એ પહેલા તો રાગ-દ્વેષ રહેવાના. એની ઝાઝી ચિંતા કરતા પણ નહિ. પ્રશસ્ત રાગ-દ્વેષ (ભગવાનનો રાગ અને દોષો પ્રત્યે દ્વેષ) તો ઉલ્ટી સારી વાત છે. ગૌતમસ્વામીએ પણ એવા રાગ-દ્વેષની ક્યાં ચિંતા કરેલી ? ગૌતમસ્વામી માટે ભલે કેવળજ્ઞાનને રોકવામાં કારણ બન્યા, પરંતુ પ્રશસ્ત રાગ-દ્વેષ આપણા માટે તો ઘણા સારા છે. ભગવાનના રાગ ખાતર ગૌતમસ્વામીએ કેવળજ્ઞાનને જતું કરેલું... આપણે શું જતું કરીશું ? આપણા માટે કેવળજ્ઞાન જતું કરવાનો સવાલ જ નથી. કારણ કે અત્યારે એ આમ પણ મળી શકે તેમ જ નથી. અત્યારે તો ભગવાન પ્રત્યેનો ગાઢ રાગ એ જ આપણને ટકી રહેવાનું બળ છે, આ કળિયુગમાં એ જ એકમાત્ર આધાર છે. એના બળથી જ સમ્યકત્વમાં આપણે ટકી રહીશું. કોણ શું આપે ? ઈતિહાસ ડહાપણ આપે. કવિતા મૃદુતા અને વાણી વિદગ્ધતા આપે. ગણિત સૂક્ષ્મતા આપે. વિજ્ઞાન ગહનતા આપે. નીતિ શાસ્ત્ર બહાદુરી આપે. તર્કશાસ્ત્ર વસ્તુત્વ આપે. ધર્મ ધું જ આપે. ઉપદેશધારા * ૨૫૬ ઉપદેશધારા + ૨૫૭
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy