SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૬ શનિ મદ્ર | महाकाव्यम् 8282828282828282828282828282828282 હું ઘડપણથી ઘેરાયેલી હોવા છતાં સુખની જેમ દુઃખથી પણ ઠગાઇ છું. જેમ આંધળી શિયાળ બોરના તુચ્છ ફળોથી ઠગાય. || ૧૪૮ //. શાલિભદ્રની બહેન તે સુભદ્રાનું મંગળ હો ! જેણે એક સતીવ્રતના સહારે પતિ અને ભાઇનું અનુસરણ કર્યું (પતિ અને ભાઇની જેમ દીક્ષા લીધી.) || ૧૪૯ //. સ્ત્રીઓને જગતમાં શોભારૂપ ભાઇ અને પતિ દુર્લભ હોય છે. પણ આ સુભદ્રાનું તો કહેવું જ શું ? કારણ ભાઇ અને પતિ-બંને જગતમાં શોભારૂપ તો હતા જ, પણ અત્યારે તો ભ. શ્રી મહાવીર સ્વામીની નિશ્રાથી વિશેષતા પામેલા છે. || ૧૫૦ || રૂપની શોભાથી ઇન્દ્રપુત્રી જયંતીસમી, પોતાના કુળમાં વિજય પતાકા સમી, બ્રહ્મચર્યરૂપ મેરૂ પર્વતની શિખામી તે મારી પુત્રી સુભદ્રા આવી છે. || ૧૫૧ // તે જમાઇરાજ મહાવ્રતધારી ધન્યમુનિ ધન્ય છે, જે મૂર્તિમાન આઠમૂર્તિઓ જેવી આઠ પ્રિયાઓ વડે શોભી રહ્યા છે. ગૌણાર્થ : તે શંકર વંદનીય છે, જે આઠ મૂર્તિઓથી શોભી રહ્યા છે. | ૧૫૨ // આજે મારું દીક્ષિત કુટુંબ મળ્યું તે બહુ સારું થયું. આજે સોનાનો સૂરજ ઊગ્યો ! આજે કલ્યાણ-મંગળ હાથમાં આવ્યું. || ૧૫૩ // 828282828282828282828282828282828282 / ૪૮રૂ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy