SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૬ महाकाव्यम् 8282828282828282828282828282828282 અને બીજું, મારું સર્વસ્વ, મારા જીવનનું પણ જીવન, મારો વ્હાલસોયો પુત્ર શ્રીશાલિભદ્ર આવેલો છે. જેમ સમુદ્ર-સફર કરીને વહાણવટીઓ આવે. || ૧૪૨ //. પુત્ર વગરના આ મહેલને આજે આ બારમું વરસ થયું. એનું મોં પણ ભૂલાઇ ગયું. અને છતાં આ ધીઠી ભદ્રા જીવે છે. || ૧૪૩ || થેંકી દેવાયેલા પાનના ડૂચા જેવી શાલિભદ્રની સમૃદ્ધિમાં રંગ-રેખા સહિત પુત્રવધૂઓ કપૂરના ઘડા જેવી ફીકી લાગતી હતી. / ૧૪૪ // પતિ અને પુત્ર વિના હાથણી જેવી નિરંકુશ, કૃપા વગરની અને લાજ વગરની આ ભદ્રા મોજપૂર્વક ઘોરી રહી છે !! || ૧૪૫ // જે હું પ્રશસ્ત વ્યક્તિઓમાં ગણાતી હોવા છતાં ‘ભાદ્રડી’ નામના તુચ્છ ધાન જેવી વાયડી બની, તે હું પંડિતો દ્વારા શાલિભદ્રની માતા તરીકે શી રીતે સંભવિત બને ? ગૌણાર્થ : જે હું ધાન્યમાં ગણવા યોગ્ય વાયુકર ‘ભાદ્રડી’ નામનું તુચ્છ ધાન હોઉં... તે હું વિચક્ષણ ચોખાની ભૂમિ તરીકે શી રીતે સંભવિત બનું ? || ૧૪૬ // કમલિની ગરમી સહન કરે તેમ, શિરીષના ફૂલ જેવી કોમળ, ભરયૌવનમાં રહેલી મારી પુત્રી સુભદ્રા કષ્ટકારી સંયમના સંકટો સહી રહી છે. // ૧૪૭ // 82828282828282828282828282828282888 / ૪૮૨ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy