SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शालिभद्र महाकाव्यम् KRA આ પ્રમાણે વિચારી અણધાર્યા આનંદના ઓધથી તેજસ્વી બનેલી પ્રફુલ્લમુખી ભદ્રાએ પુત્રવધુઓને માતાની જેમ (સાસુની જેમ નહિ) કહ્યું. ॥ ૧૫૪ || હે વહુ-બેટીઓ ! પ્રાણપ્રિય પતિ શાલિભદ્રના દર્શન દુર્લભ હતા ત્યારે તમે આ બાર વર્ષ કરોડો યુગો જેવા ગણ્યા. || ૧૫૫ || જાણે મનોરથોના વીંઝાતા વાયુ જેવા તમારા શાલિભદ્ર-વિષયક ધ્યાનથી શું દૂર-દૂરના દેશાંતરથી મોટા વહાણસમો પ્રિયતમ ખેંચાઇ આવ્યો છે ? || ૧૫૬ || તો આજે ઉદ્યમી તમે પહેલા લાંબા કાળથી પરિચિત, વિનીત સેવક જેવા શણગાર ધારણ કરો. ॥ ૧૫૭ તો જલ્દી સ્નાનગૃહ તરફ જાવ, સ્નાન કરો. વિલેપન કરો અને એકદમ જેલમાં પૂરાયેલા અલંકારોને બહાર કાઢો. ।। ૧૫૮ || આ પ્રમાણે સાસુના આદેશથી વિકસ્વર થયેલા રોમાંચના કંચુકવાળી, હર્ષના ઉત્કર્ષથી શરીરમાં અને ઘરમાં પણ નહિ સમાતી પુત્રવધૂઓ ત્યારે ઊતાવળ કરવા લાગી. ।। ૧૫૯ || ત્યારે ભદ્રાનો આદેશ પામી અત્યંત ખુશ થયેલો, પરસ્પર ‘પૂર્ણપાત્ર’નો ઇચ્છુક દાસ-દાસી આદિનો પરિવાર પણ મુક્તપણે આનંદથી શોર બકોર કરવા લાગ્યો. (વસંત વગેરે ઉત્સવોના સમયમાં મિત્રો એકબીજાના વસ્ત્રપાત્ર વગેરે બળાત્કારે ખેંચીને ઝુંટવી લે તે ‘પૂર્ણપાત્ર’ કહેવાય છે.) || ૧૬૦ || | T2 HXH પ્રક્રમ-દ ॥ ૪૮૪ ॥
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy