SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शालिभद्र महाकाव्यम् FRERER અહો ! સ્વર્ગ સમૃદ્ધિનું વર્ણન સાંભળતાં પણ ડાહ્યા માણસો તે મેળવવા ઊતાવળ કરે, પરંતુ અમે મૂર્ખાઓએ જોવા છતાં તેની અવગણના કરી. ।। ૬૯ || ગ્રહણ વખતે તારાઓ જેમ ચંદ્રને ન અનુસરે, તેમ દિવ્ય ભોગ સમૃદ્ધિથી સૌભાગ્યશાળી પ્રાણપ્રિય પતિદેવને દીક્ષા વખતે આપણે અનુસર્યા નહિ. ॥ ૭૦ || પૃથ્વી પર આવી ચડેલા ઐરાવણ હાથી પરથી ભમરીઓ કલ્પવૃક્ષના ફૂલો ચૂસી લે છે, પણ તેની સાથે સ્વર્ગના માર્ગે જતી નથી. આપણે પણ તેવાં જ છીએ. || ૭૧ || પતિદેવના ભાગ્યનું સાંક્રામિક ફળ જ આપણને મળ્યું, પણ સત્ત્વનું ફળ ન મળ્યું. પતિદેવના પુણ્યથી દિવ્યસમૃદ્ધિના સુખો મળ્યા, પણ તેમના સત્ત્વથી દીક્ષા ન મળી. || ૭૨ || આ પ્રમાણે વિરહથી વ્યાકુળ થયેલી નષ્ટ સુખવાળી ભદ્રાની પુત્રવધુઓ હજાર વર્ષો જેવા થઇ પડેલા દિવસોને માંડ માંડ પસાર કરવા લાગી. ॥ ૭૩ || ધન્ના-શાલિભદ્રની સંયમ-સાધના : હવે શ્રી મહાવીર પ્રભુની આજ્ઞા મેળવીને સકળ કર્મથી નહિ હારેલા, દ્રવ્ય-ક્ષેત્રાદિના વિચારક, આચારાંગાદિ સૂત્રના ધારક, મહામુનિ શ્રી ધન્ના અને શાલિભદ્ર સાધુ-ધર્મની સેંકડો પ્રતિમાઓથી શોભતા, મોક્ષના કારણરૂપ નવકલ્પી વિહારથી પૃથ્વીને શોભાવતા હતા. | T પ્રક્રમ-દ ॥ ૪૭૬ ॥
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy