SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૬ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 ગૌણાર્થ : વિશ્વકર્મા (દેવોનો શિલ્પી)થી પણ નહિ હારેલા, પત્થર-લાકડું વગેરે દ્રવ્યોના જાણકાર બે શિલ્પીઓ સેંકડો જિન મૂર્તિઓથી શોભતા લક્ષ્મી અને મોક્ષના કારણરૂપ મંદિર બનાવવા વડે પૃથ્વીને શોભાવતા હતા. | ૭૪ || ૭૫ ||. શ્રી ગૌતમ સ્વામીએ તે બંનેને અગિયાર અંગોનું અધ્યયન કરાવ્યું. પાત્રને આપેલી વિદ્યા ગુરુ શિષ્ય બંનેના કલ્યાણ માટે બને છે. || ૭૬ છે. ઉત્તમ વૃષભ સમા ગૌતમસ્વામીથી યુક્ત આ શાલિભદ્ર અને ધન્ય મુનિ પ્રધાન વૃષભની જેમ સારી રીતે શિક્ષિત થયા. || ૭૭ //. ગીતાર્થ છતાં નિર્વિગીતાર્થ (નિંદિત કાર્ય વિનાના) બહુશ્રુત છતાં વિશ્રુત (વિખ્યાત) ધન્ના અને શાલિભદ્ર મુનિ દુષ્કર તપ તપવા લાગ્યા. || ૭૮ . જે શરીર પર શ્રેણિક રાજાના શ્વાસથી સોયો ભોંકાઈ તેવી કલ્પના થયેલી, તે શરીર પર ઉનાળાની બળબળતી લું મલયાચલના પવન જેવી ઠંડી લાગવા માંડી. || ૭૯ //. જે શરીર પહેલા શ્રેણિકરાજાના હાથના સંસર્ગથી પણ સંતાપ પામેલું તે હવે કમળના નાળની જેમ સૂર્યકિરણોનો સંસર્ગ સહન કરે છે. ગૌણાર્થ : જે કમળનાળ પહેલા ચંદ્ર-કિરણોના સંપર્કથી સંતાપ પામેલું તે હવે સૂર્ય-કિરણોનો સંસર્ગ સહન કરવા લાગ્યું. || ૮૦ || 8282828282828282828282828282828888 || ૨ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy