SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૬ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 આંતર લક્ષ્મીના નિવાસરૂપ કમળ તુલ્ય સુંદર હાથથી ભગવાન શ્રી મહાવીર દેવે જાતે સંસારનું ભ્રમણ નિવારનારી દીક્ષા આપી. || પ૭ છે. શાલિભદ્રના સંયમ સુંદરી સાથેના લગ્નમાં પુણ્યશાળી બનેલી ધન્ના મુનિએ ત્યારે સેવક બની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી તે યોગ્ય જ છે. (લગ્નમાં બનેવી, વરરાજાનો સેવક-કોઠારી બનીને ફરતો હોય છે.) // પ૮ | સર્વ પ્રશસ્ત પુરુષોમાં શિરોમણિ શાલિભદ્ર મુનિની મિત્રતા જગત જીવોના રક્ષક, પર્યાયમાં મોટા આ ધન્ય મુનિ સાથે જામી તે યોગ્ય જ છે. ગૌણાર્થ : સકળ ધાન્યોમાં મુખ્ય ચોખાની, જગતને જીવન આપનાર માત્રાથી અધિક (ધન્યના “ધ'માં માત્રા ઉમેરતાં ધાન્ય થાય) આ ધાન્ય સાથે સંગતિ થઇ તે યોગ્ય જ છે. / ૫૯ // તીર્થયાત્રામાં પાછળ રહી ગયેલો ધાર્મિક માણસ, પૈસા કમાવવામાં પાછળ રહી ગયેલો મહેનતુ માણસ, લગ્નમાં પાછળ રહી ગયેલો જુવાન માણસ, યુદ્ધમાં પાછળ રહી ગયેલો બહાદુર માણસ-આ બધા જેમ પોતાને ઠગાઇ ગયેલા માને, તેમ ભદ્રા જમાઇ, પુત્રી અને પુત્રને સંયમ માટે-ઘર સંસારમાંથી નીકળેલા જોઈ તે વખતે પોતાને ઠગાયેલી માનવા લાગી. || ૬૦ || ૬૧ ||. મહાનુભાવશ્રી શ્રેણિક મહારાજા પ્રભુશ્રી મહાવીર દેવ અને ધન્ના-શાલિભદ્ર મુનિને વંદન કરી વિસ્મય પામ્યા અને રાજગૃહ નગરે ગયા. // ૬૨ //. 8A%A88888A YAUAAAAAAAA / ૬૬૧ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy