SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૬ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 અને પુત્રવધૂ સહિત અશ્રુભીની આંખોવાળી ભદ્રાથી પરિવરેલો. // ૪૯ // દીન, અનાથ, ગરીબ, નાચનારા લંખો, ચિત્રો લઇને ફરનારા મંખો, ઠઠ્ઠી મશ્કરી કરનારા વિદૂષકોને સુવર્ણ-મણિના દાનથી ખુશ કરતો. || પ0 | વૈરાગી કામદેવ જેવો કે હાલતા-ચાલતા શૃંગાર જેવો, સંસારથી ભય પામેલો શાલિભદ્ર ભગવાન મહાવીર સ્વામીના સમવસરણ ગૃહમાં આવ્યો. || પ૧ / શિબિકાથી ઊતરી... જાણે મહામાનથી ઊતરી, જગદ્ગુરુ શ્રી મહાવીરદેવને ત્રણ પ્રદક્ષિણા આપી, પ્રણામ કરી તેણે આ પ્રમાણે વિનંતી કરી. | પર // હે નાથ ! મુક્તિના રાજમાર્ગે મારી અભિલાષાનો રથ ભાવ-શત્રુઓથી બચાવનારા (ચારિત્રરૂપી) આપ ધર્મસારથિ દ્વારા મુક્તિ ભૂમિ (જયાં સર્વોત્કૃષ્ટ માન-ગૌરવ છે) માં પહોંચો. / ૫૩ // આમ કહીને લસલસતા વૈર્યવાળા દેહ પરથી નિર્દોષ શાલિભદ્ર નિષ્કપટભાવે અલંકારો તજી દીધા અને ચિત્તમાંથી આસક્તિ પણ તજી દીધી. || ૫૪ / ત્યારપછી માત્ર દિવ્યવસ્ત્ર પહેરેલા શાલિભદ્રે મૂઠીથી વાળ ખેંચી કાઢઢ્યા. જાણે મોહના અંકુરા ખેંચી કાઢયા. || પપ || હંસ જેવી સફેદ સાડીવાળી ભદ્રામાતાએ વાળસહિત અલંકારો લીધા. આંસુના પૂરથી નદી બનેલી ભદ્રાએ જાણે ભમરા સહિત સુવર્ણ-કમળ ધારણ કર્યા. // પ૬ || 8A%A88888A YAUAAAAAAAA / ૪૬૮ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy