SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૫ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 ઓ પ્રાણનાથ ! જો આ સુંદર ચારિત્રની ચર્ચા સહેલી હોય તો ભોગના રસાલાને છોડી આપ જાતે જ કેમ તેની આરાધના કરતા નથી ? || ૧૫૫ //. આ સાંભળીને પોતાને ધન્ય માનતો ધન્યકુમાર આનંદપૂર્વક બોલ્યો : ઓ કલ્યાણમયી પ્રિયે ! આનંદની વાત છે કે કલ્યાણકારી મારા ભાગ્ય જગતમાં જયવંતા વર્તી રહ્યાં છે. || ૧૫૬ || તમે શણગારનું વહન કરનારી, ગંભીર અને વિલાસ રસથી ભરેલી છો. જાણે મારા સત્ત્વથી જાતે જ ખેંચાઈ આવેલી તમે મારા માર્ગને બતાવનારી છો. ગૌણાર્થ : તમે ગંભીર અને પાણીથી ભરેલી નદીઓ છો. જાણે મારા સત્ત્વથી જાતે જ ખેંચાઇ આવેલી મારા માર્ગને આપનારી બની છો. || ૧પ૭ || તો તમે સૌ સંસાર-સાગરના કિનારે પહોંચવા કારણ બન્યા છો ત્યારે હું દીક્ષા માટે જિનેશ્વરદેવની ઉપાસના કરીશ. / ૧૫૮ || આ પ્રમાણે પતિનું સ્નેહ રહિત વચન સાંભળીને પત્નીએ પ્રેમથી કહ્યું : મજાકથી ભરેલું વચન સુખને હણનારું નથી હોતું. || ૧૫૯ || ઓ પતિદેવ ! ધર્મ-અર્થ અને કામનું મૂળ, આપે જ લાલન-પાલન કરેલી નિરાધાર લક્ષ્મી અને પત્નીઓને આપ શી રીતે છોડશો. || ૧૬૦ || ભાગ્ય અને સૌભાગ્યના સારવાળી, સતી, ધર્મબુદ્ધિવાળી સ્ત્રીઓના ત્યાગથી જ ઉત્તમ-ફળ મળે છે અને ભાગ્ય અને સૌભાગ્યના સારવાળી ન્યાયમાર્ગે કમાયેલી, ધર્મ બુદ્ધિ પેદા કરાવનારી લક્ષ્મીના, દાનથી જ ઉત્તમ ARRARAUAYA8A82828282828282888 || ૬ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy