SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૫ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 ફળ મળે છે-એમ હું માનું છું. || ૧૬૧ // આ પ્રમાણે કહીને વિશિષ્ટ બુદ્ધિવાળો ધન્નો લસલસતા વૈર્ય સાથે દીક્ષા માટે ચાલી નીકળ્યો. || ૧૬૨ || જેમ સત્ત્વને સિદ્ધિ અનુસરે, અભ્યાસ (પ્રયત્ન)ને કળા અનુસરે, પુણ્યને લક્ષ્મી અનુસરે, સૂર્યને તેજ અનુસરે તેમ હે નાથ ! કુલીન સતી સ્ત્રીઓ પતિને અનુસરે છે. || ૧૬૩ // હે સ્વામી ! આપને અનુસરવાપૂર્વક અમે સાચું પતિવ્રતાવ્રત અને ઉગ્ર મુનિપણાનું વ્રત બંનેની આરાધના કરીશ. || ૧૬૪ || એ પ્રમાણે પ્રેમથી બોલેલી પરમ કલ્યાણકારી પ્રિયાઓને ‘બહુ જ સુંદર' એમ કહી ધક્ષાએ અભિનંદન આપ્યાં. || ૧૬૫ || મુક્તિ સુંદરીની ઉત્કંઠાથી અને ચારિત્રની ઇચ્છાથી કટાક્ષપૂર્વક જોવાયેલો, પૂર્વની પ્રિયાઓથી સેવાતો ધન્નો ભગવાન શ્રી મહાવીર દેવના આગમનની રાહ જોવા લાગ્યો. || ૧૬૬ || દિવ્યલક્ષ્મીથી પરિવરેલી વિલાસ-રસ ભરી ભોગસામગ્રીને આનંદના આંસુથી ભરેલી સુંદર આંખોવાળા શ્રી શ્રેણિકે જો ઇ. જાણે આંસુભરી આંખોવાળા ચકોર પંખીએ અંદર ઝેરવાળી સરસ રસોઇ જો ઇ-આ પ્રમાણે ગૌરવશાલી પુરુષોમાં અગ્રેસર શ્રીશાલિભદ્રે સંભાવના કરી. (બહારથી સુંદર દેખાતી ભોગ સામગ્રીની અંદર મોહનું ઝેર છે. તેથી જ ચકોર જેવા શ્રેણિકની આંખમાંથી આંસુ નીકળ્યા ને ? ઝેરવાળી રસોઇ જોઇ ચકોર પક્ષીઓ રડતા હોય છે-આમ શાલિભદ્ર વિચાર્યું.) || ૧૬૭ // | પાંચમો પ્રક્રમ સંપૂર્ણ છે. 828282828282828282828282828282828482 // ૬૬૬
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy