SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૫ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 સબુદ્ધિનો ભંડાર, ધર્મવીરોના માર્ગનો પ્રવાસી ધન્યકુમાર બોલ્યો : જે આવો કાયર હોય તે શું કદી તૃષ્ણાની વાવડી તરી શકે ? || ૧૪૭ || શત્રુ સામે ચડાઈ કરવા જનારા માની માણસોનું પણ સિંહાવલોકન પશુતાને સૂચવે જ છે. || ૧૪૮ || કામ અને અર્થની બાબતમાં કહેવાયું છે : દીર્ઘસૂત્રી (લાંબા ગાળે કામ કરનાર) નાશ પામે છે. તો ધર્મની બાબતમાં તો પ્રસિદ્ધ જ છે કે ધર્મની ગતિ બહુ શીધ્ર હોવી જોઇએ. અર્થાતુ ધર્મ ઝટપટ કરી લેવો જોઇએ. || ૧૪૯ || પ્રિયે ! તારો ભાઇ તો કાયર છે. આરંભમાં જ શરો અને મોઢેથી માત્ર બોલનારો છે. શરદ ઋતુના વાદળની જેમ અંદર સાર ન હોવાથી બહાર ગર્જના કરનારો છે. || ૧૫૦ || અહો ! તારો ભાઇ શાલિભદ્ર ! ખરેખરો સત્ત્વશાલી છે હોં ! જે સગાવહાલાઓને રાજી રાખીને ક્રમશઃ પત્નીઓ છોડી રહ્યો છે ! || ૧૫૧ || પતિના આવા વામ્બાણથી સર્વ રીતે દૂભાયેલી સુભદ્રા ચૂપ થઇ ગઇ ત્યારે સુભદ્રા અને શાલિભદ્રના પક્ષપાતથી બીજી સાત પત્નીઓ પતિને કહેવા લાગી. || ૧૫ર // અહો ! કાયર માણસો પણ યુદ્ધની વાત તો વારંવાર કહ્યા કરે છે, પણ જયારે મારો... મારો... કાપો ... કાપો... ના અવાજોથી બિહામણું યુદ્ધ શરૂ થાય છે ત્યારે શ્વાસ લેવા પણ થોભતા નથી. || ૧૫૩ || બીજાને સમજાવવામાં સંયમ સાવ સહેલો છે. પણ સૂર્યમંડળ જેવા ધગધગતો સંયમ ધર્મની પાસે જાતે બેસવું પણ સહેલું નથી. (તો કરવાની વાત જ ક્યાં ?) ૧૫૪ || 8A%A88888A YAUAAAAAAAA // ૬,૬i
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy