SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૫ शालिभद्र महाकाव्यम् BACA SUR 8282828282828282828282828282 રાજાનું એંઠું ખાવા મળે તોય છડીદારો રાજી થાય, પણ ‘શુક્લ’ જાતીય શુદ્ધ બ્રાહ્મણો તો ભક્તરાજાઓના આપેલા અન્નની પણ જુગુપ્સા કરે. // ૧૧૮ || સામાન્ય લોકો રાજાની નોકરી મળે તોય મોટે ભાગે રાજી થઇ જાય. પરંતુ ગોભદ્રના આ દીકરાએ તો રાજાના સત્કારને પણ અપમાન માન્યું. || ૧૧૯ // બધાના જેવો જ સાધારણ સત્કાર લોકોત્તર પુરુષોને રોષ માટે થાય છે. જેમ સમભાવી દેવોની મૂર્તિમાં સામાન્ય અંગરચના તે દેવોને રોષ માટે બને. || ૧૨૦ || શરીરના બહારના ભાગમાં તો કરોડો માણસો સુકોમળ હોય છે, પરંતુ અપમાનરૂપી વજના પ્રહારોથી તેમનું હૃદય તૂટતું નથી. // ૧૨૧ // શાલિભદ્ર તો બહારથી અને અંદરથી-બંને રીતે સુકોમળ છે. સ્વામી' શબ્દ સાંભળવાથી અંદર એનું મન દૂભાયું અને શ્રેણિકના શ્વાસથી બહાર એનું શરીર દૂભાયું. / ૧૨૨ / હવે ચોખાના ક્યારાની ભૂમિ જેવી, આંસુથી છલકાતી આંખોવાળી, નિસ્તેજ બનેલી શાલિભદ્રની માતા આ પ્રમાણે બોલી. || ૧૨૩ || હાય ! હાય ! ક્ષયરોગ જેવા રાજાને હું શું કામ લાવી ? અને લાવી તો લાવી પણ વંટોળ જેવા અહિતકારી એ રાજાની જાણ શાલિભદ્રને શું કામ કરી ? || ૧૨૪ // 8A%A88888A YAUAAAAAAAA | 9 ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy