SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૫ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 ગૌણાર્થ : તું મેરુ પર્વતને, દેવોને આનંદકારી નંદનવનથી વિભૂષિત કર. || ૮૪ // વત્સ ! દીક્ષા લેતાં પહેલાં મને મારા વાત્સલ્યનું ભાડું આપ. માતાની ભક્તિની કળારૂપ કામધેનુના ગોકુળ સમા ઓ બેટા ! પછી તું દીક્ષા લેજે. || ૮૫ || પહેલા સુશ્રાવક ધર્મરૂપી મંદિરને શ્રાવકોની ૧૧ પ્રતિમાઓથી વિભૂષિત કરી પછી સુવર્ણ કળશ તુલ્ય પાંચ મહાવ્રતો સ્થાપજે. || ૮૬ ||. આ પ્રમાણે ઉંમરની યોગ્યતાથી રૂચિ મુજબ ખવાયેલા શ્રેષ્ઠ આહારની જેમ ઉંમરની ઉચિતતાથી ઇચ્છા મુજબ સ્વીકારાયેલો શ્રેષ્ઠ ધર્મ પણ પરિણામમાં અતિ સુંદર બને છે. || ૮૭ ||. ઓ વત્સ ! તારી રૂપ-લક્ષ્મી, જગતના લોકોની આંખોને સવારે અમૃતનો નાસ્તો છે. કીર્તિનું સ્થાન તારી સૌભાગ્ય-પ્રાપ્તિ મૂર્તિમાન સુવર્ણ સિદ્ધિ છે. || ૮૮ || તને દરરોજ માનવીય લમી ગાઢ આલિંગન કરે છે. દેવતાઇ ભોગ-લક્ષ્મી તને નવી-નવી ભેટણાની ચીજો થી સેવે છે. || ૮૯ // સર્વાગીણ ભોગોથી પરિવરેલા, કુળમાં કિલ્લા તુલ્ય ઓ વત્સ ! તો પછી તારા હૃદયમાં કઇ યુક્તિની સુરંગ વાટે વૈરાગ્ય ઘૂસી ગયો ? / ૯૦ // હવે ગોભદ્ર શેઠના પુત્ર શાલિભદ્ર ધર્મરાગરૂપી મહાન રંગભૂમિ પર આનંદથી મધુર, મંગળરૂપ વાણી ભદ્રા માતા પ્રત્યે કહી. // ૯૧ //. | હે મા ! તે જે આત્મહિતકારી કહ્યું, તે આ લોકની અપેક્ષાએ ઠીક છે, પણ તે પરલોકની અવસ્થાનું વિરોધી છે. || ૯૨ || 828282828282828282828282828282828482 // ૬,૭ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy