SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૫ शालिभद्र महाकाव्यम् BACA SUR 8282828282828282828282828282 હે મા ! દિગ્ગજ તુલ્ય પુત્ર પર જે આશા છે કે આ માત્ર કુશળ વચન (ઔપચારિક ખુશખબર) સમજી લે. પરંતુ પુણ્ય દ્વારા તું જાતે અવિનશ્વર અચલ લક્ષ્મીવાળી, ઉત્તમ બની જા. ગૌણાર્થ : સાર્વભૌમ નામના દિગ્ગજ પર દિશા હોવી એ માત્ર કહેવા પૂરતું છે. પરંતુ પુણ્ય દ્વારા તું સ્વયં ધ્રુવતારાની લક્ષ્મીવાળી, અવિનશ્વર ઉત્તર દિશા બની જા . || ૯૩ | નાસ્તિકને શુકન લાગતા નથી. ઝુંપડાને શિલ્પદોષો લાગતા નથી. પશુને માયા લાગતી નથી. ગરીબને આહારના દોષો લાગતા નથી. અને સત્ત્વહીનને વૈરાગ્ય લાગતો નથી. || ૯૪ || વચન-પટુ પંડિતોને બધું જ શાસ્ત્ર છે. બળવાન માણસોને બધું જ હથિયાર છે. મહાપુરુષોને બધું જ પોતાનું છે. પ્રબળ જઠારાગ્નિવાળાઓને બધું જ પથ્ય છે. સજ્જનોને બધું જ વૈરાગ્ય કરનારું છે. || ૯૫ / આમ ઓ બા ! વિચક્ષણ તું હવે હું કહું તે સંસાર તારક મારું વૈરાગ્ય-કારણ સાંભળ. || ૯૬ //. જયાં થોડું-થોડું અને સંભાળી-સંભાળીને ચાલવાનું છે, તે ગૃહસ્થપણું મારા માટે ઉત્તમ જ છે. તો પણ તપેલા લોખંડના ગોલા જેવા આ ગૃહસ્થપણામાં આત્મશુદ્ધિ મુશ્કેલ છે. | ૯૭ || સુખ-સંપત્તિ મળતાં કેટલાક માણસો હરખપદુડા બની જતા હોય છે. તો કેટલાક શાંત જ રહેતા હોય છે. કેટલાક સાગર ઊંચા મોજાથી ઊછળતા હોય છે. તો કેટલાક સાગર શાંત જળવાળા હોય છે. || ૯૮ || હે મા ! તેથી મને સ્વાભાવિક રીતે જ સંસારના સુખો આસક્તિ કરાવનારા નથી. વૈરાગ્યથી ઉત્પન્ન થયેલા જ્ઞાનવાળાને ઓંકારનો જાપ જ મુખ્ય રહે છે, સંસારના ભોગો નહિ. // ૯૯ // ARRARAUAYA8A82828282828282888 // ૬,૬i
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy