SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૫ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 ગૌણાર્થ : તું કેસરના ક્યારામાં કંકુનો ગુચ્છો છે. સ્વ-પરને લાલ બનાવનારો છે. તે લાલાશ-રહિતતા માટે કેમ બન્યો ? || ૭૩ || પુણ્યશાળીઓમાં ચક્રવર્તી, દિગ્ગજ તુલ્ય તું-પુત્રથી રહિત હું ઉત્તમ હોવા છતાં નિરાધાર છું. ગૌણાર્થ : સાર્વભૌમ નામના દિગ્ગજ પુત્રથી રહિત હું ઉત્તર દિશા હોવા છતાં નિરાધાર છું. || ૭૪ ||. સૂર્યશા પતિ વિના સારા નક્ષત્રે જન્મેલી હોવા છતાં સ્ત્રી આકાશની જેમ તેજ વગરની હોય છે, પરંતુ કંઇક કળા જાણનાર પુત્રરૂપી ચંદ્રથી તે શોભે છે. ગૌણાર્થ : સૂર્ય વિના સુંદર નક્ષત્રોવાળું આકાશ પણ નિસ્તેજ હોય છે, પરંતુ કંઇક કળાવાળા પાંચમ-છઠ્ઠના ચંદ્રથી તે શોભે છે. || ૭૫ //. સાકર સારી છે, છતાં પાનમાં ન શોભે. વરસાદ સારો છે, છતાં ચૈત્ર મહિને ન શોભે. તેમ વત્સ ! વૈરાગ્ય શ્રેષ્ઠ છે, પણ નવ-યૌવનમાં ન શોભે. || ૭૬ || બેટા ! પિતાના ભોગ અને ત્યાગના બે પ્રકારના ક્રમ વડે ચાલતો પ્રામાણિક પુત્ર જ પુત્રોમાં પ્રશસ્ત ગણાય છે અને ક્રમથી ચાલી આવતી વિધિ-પરંપરા આ છે. // ૭૭ || હે પુત્ર ! તું ઉભયપદી ધાતુ જેવો મનુષ્ય અને દેવના ભોગોનું સ્થાન છે. તેથી ઓ મીઠાબોલા બાલ ! તારે આ લોક અને પરલોક બંને સાચવવાના છે. 828282828282828282828282828282828482
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy