SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૫ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 પોતાનું કાર્ય જેમાં કહેવાયેલું છે તેવો માતાનો ઉત્તર જયારે અટકી ગયો ત્યારે બોલવાની ઇચ્છાવાળા વૈયાકરણી સમા શાલિભદ્ર ન્યાસ સમી વાણી ગ્રહણ કરી. (અર્થાત્ તે બોલ્યો.) ગૌણાર્થ : જેમાં આખ્યાન કૃત્ય વગેરે પ્રત્યયો રહેલા છે, તે વિશ્રાન્તનામના વ્યાકરણમાં વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા વૈયાકરણી (વ્યાકરણશાસ્ત્રી)એ ન્યાસ હાથમાં લીધું. ૬૨ // હે મા ! ‘તું તે પિતાનો પુત્ર છે.’ એ પ્રમાણે તે જે ઉચિત અને નિર્દોષ વચન કહ્યું, તેનું રહસ્ય વિચાર. | || ૬૩ || પાંચેય વિષયોમાં આસક્ત હું, અતિજાત (પિતાથી અધિકગુણી) પુત્ર તો નથી, પણ સુજાત (સમાનગુણી) પુત્ર પણ કઈ રીતે ગણાઉં ? || ૬૪ // તારા જેવી – એક જ માતાથી પણ જો હું સંસારમાં આટલો સુખી હોઉં તો જે ચારિત્રમાં હિતકારી આઠ માતાઓ (અષ્ટપ્રવચનમાતા) હોય ત્યાં પૂછવું જ શું ? || ૬૫ || આત્મામાં છુપાયેલી ક્ષમાનો ઉદ્ધાર કરવામાં જેના દ્વારા શ્રેષ્ઠ દિવસો સાંપડ્યા છે, જે પુરુષોમાં ઉત્તમ શરીરવાળો છે, તે મુજ-પુત્રથી તું આદિ વરાહીની જેમ પુત્રવતી બન. ગૌણાર્થ: પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં વરાહ અવતાર ધારણ કરનાર વિષ્ણુ દ્વારા તું આદિ વરાહીની જેમ પુત્રવતી થા. || ૬૬ || ARRARAUAYA8A82828282828282888 || ૪૪૬ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy