SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शालिभद्र महाकाव्यम् KHAK ઓ લક્ષ્મીના નિવાસરૂપ રાજન્ ! બહુમાનનું સ્થાન રત્નકંબલ મારા માટે બળપૂર્વક અને વટપૂર્વક લાવી આપો, ભલે આપને સંમત ન હોય. || ૫૦ | હવે લાખ સોનૈયા ખર્ચવા કટિબદ્ધ બનેલા રાજાએ તરત જ દેખાવથી સરળ પણ વેપારીમાં ભેદ પડાવનાર શીઘ્રગામી એક માણસને ત્યાં મોકલ્યો. | ૧૧ || તેણે પ્રયત્નપૂર્વક વેપારીઓને કહ્યું : મંત્ર જેવા અતિદુર્લભ રત્નકંબલોને રાજા હવે ઉલ્ટાના માંગી રહ્યા છે. || ૧૨ || વેપારીઓએ કહ્યું : ચંદ્ર જેવા રાજા વડે અનાદર પામેલા કમળ જેવા રત્નકંબલો સૂર્ય-પ્રભા જેવી શાલિભદ્રની માતા ભદ્રાએ સ્વીકારી લીધા છે. (કમળ સૂર્ય ઊગતાં ખીલે છે અને ચંદ્ર ઊગતાં-રાત્રે કરમાઇ જાય છે. આથી અહીં રત્નકંબલને કમળની, ભદ્રાને સૂર્યપ્રભાની અને રાજાને ચંદ્રની ઉપમા આપેલી છે.) ॥ ૫૩ || તે પુરુષે આવી રાજાને જ્યારે આ બાબત જણાવી ત્યારે વિસ્મિત અને સ્મિતયુક્ત થયેલો રાજા આ પ્રમાણે વિચારવા લાગ્યો. ॥ ૫૪ || ન સાર અને તેજ ન હોવા છતાં થોરને ‘મહાતરુ’ (મોટું ઝાડ) અને અગ્નિને ‘બૃહદભાનુ' (મોટો સૂરજ) કહેવામાં આવે છે. તેમ અમે નામથી જ ‘નરદેવ’ (માણસોમાં દેવ જેવા) છીએ, કામથી નહીં. ॥ ૫૫ || પહેલાં મેં જ્યારે રત્નકંબલ ન લીધા ત્યારે લોકોએ મને લોભી ધાર્યો. અને હમણાં જ મેં તે લેવા ઇછ્યા ત્યારે હું બાયલા (સ્ત્રીથી જીતાયેલો) તરીકે જાહેર થયો. || ૫૬ || | CERERE Baala. પ્રક્રમ-૪ ॥ ૪૬૭ ॥
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy