SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शालिभद्र महाकाव्यम् અભ્યાસને આધીન છે. દિવ્ય મંત્રમય સિદ્ધિ અને બુદ્ધિ તેના માટે નક્કી થઇ ગયા. હું માનું છું કે તેના સીમાડે ગંગા અને જમના ક્રીડા કરે છે. || ૪૦ || ૪૧ || ૪૨ || પરસ્પર વિરોધી વાત-પિત્ત-પ્રકૃત્તિની જેમ કેટલીક સાસુ-વહુ પરસ્પર શત્રુ-ભાવ પામતી હોય છે. || ૪૩॥ કેટલીક સાસુ-વહુઓ ધૂર્ત-મૈત્રીથી પોતાનો સ્વાર્થ સાધવામાં પરસ્પર મંત્રી-ખજાનચી જેવું ઠંડું યુદ્ધ ખેલે છે. ૪૪ ।। સમાન સ્વભાવની, સમાન સત્તા અને સમાન વિચારોવાળી બે આંખોની જેમ કોઇક સાસુ વહુ બહેનપણી જેવા સુખથી રહે છે. ॥ ૪૫ || મૂળનાયક પ્રતિમા અને સ્નાત્ર-પ્રતિમાની જેમ યોગ-ક્ષેમ કરનારા કોઇક સાસુ-વહુ પરસ્પર માતા-પુત્રીના પ્રેમથી રહે છે. | ૪૬ || ભદ્રાને તો પુત્ર, પુત્રી, ધન અને જીવનથી પણ પુત્રવધુઓ વધુ વહાલી હતી. જેમ સતી સ્ત્રીને શીલપાલનના પ્રયત્નો સૌથી વધુ વહાલા હોય. || ૪૭ || રત્નકંબલ માટે ચેલ્લણાનો આગ્રહ : આ બાજુ રાજમહેલમાં દાસી પાસેથી રત્નકંબલનું વૃત્તાંત જાણીને ચેલ્લણાદેવીએ રાજાને વિનંતી કરી. ।। ૪૮ ।। ઓ રાજન્ ! યુક્તિપૂર્વક પૃથ્વીનું પાલન કરનારા, ટેક્ષ લેનારા આપે કયું કારણ વિચારી રત્નકંબલ ખરીદ્યું નહિ ? ગૌણાર્થ : ઓ ગોવાળ ! યુક્તિપૂર્વક ગાયોને ચરાવનારા, ડાંગ (ધોકો) રાખનારા તેં કયું કારણ વિચારી કામળો લીધો નહિ ? || ૪૯ || | SE પ્રક્રમ-૪ ॥ ૪૬ ॥
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy