SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૪ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 તો પણ મહારાણી શ્રી ચેલ્લણાના મનને પ્રિય કાર્ય હું કરીશ. કારણ કે પહેલાં પણ મેં તેની એકથંભીઆ મહેલની ઇચ્છા પૂરી કરી હતી. // પ૭ //. આમ વિચારી શ્રેણિકે રત્નકંબલ લેવા માટે ભદ્રા પાસે પ્રતિહારીને મોકલ્યો. જેમ પવન, પાણી માટે સમુદ્ર તરફ વાદળને મોકલે. / ૫૮ || ત્યાં આવીને પ્રતિહારીએ શ્રીશાલિભદ્રની માતા ભદ્રાને કહ્યું : હે કલ્યાણી ! ઇન્દ્રના હુકમ જેવા મહારાજા તમને હુકમ આપે છે. || પ૯ છે. રત્નની જેમ રત્નકંબલ જો કે અમૂલ્ય હોય છે, તો પણ ચલ્લણા દેવીને પ્રિય છે માટે તે આપો. ગ્રહશાંતિવિધિમાં દેવીને જેમ બલિ (બાકળા) અપાય. // ૬૦ //. લક્ષ્મી જેવી પ્રસન્ન મુખ-મુદ્રાવાળી ભદ્રાએ તે પ્રતિહારીને કહ્યું : સ્વામીની આજ્ઞામાં કિંમત કે ચિત્તની પ્રતિકૂળતા જોવાય નહિ. // ૬૧ || પરંતુ જેમ ગાડાના બળદો દેવને યોગ્ય સોનાનો પટ્ટો મેળવી શકે નહિ, તેમ મોડેથી આવેલો તું ઇષ્ટ રત્નકંબલ મેળવી શકીશ નહિ ! || દુર || કારણ કે, આવતાંની સાથે જ તે રત્નકંબલોને મેં પુત્રવધૂઓ માટે સરળ ભાવે ફાડી નાખ્યા. જેમ દીવાના ઘર (ફાનસ) માટે અભરખના પડને તોડીએ. (પૂર્વ કાળમાં ફાનસમાં કાચના સ્થાને અબરખ વપરાતા હશે.) / ૬૩ // 82828282828282828282828282828282888 / ૪૬૮ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy