SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૪ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 ક્ષમાશીલ મુનિઓના ખભા પર ચડેલા આ રત્નકંબલો કામના પ્રતિકૂળ છે. તેથી શાલિભદ્રની પત્નીઓ તે રત્નકંબલોને ધરતી પર રગડતી હતી. || ૩૪ || ઉદાર ભદ્રાએ પુત્રવધૂઓ માટે લાખ (સોનૈયા) વાપરી નાખ્યા પરંતુ તેણીએ પોતે વાત્સલ્ય કરવાથી સાસુઓમાં ઉત્તમ કોટિ (ક્રોડ સોનૈયા) મેળવી. (લાખ આપી ક્રોડ લીધા) || ૩૫ // ઘણું કરીને પુત્રવધૂ વરસાદ જેવી હોય છે. ન આવે ત્યાં સુધી પ્રિય લાગે છે. આવ્યા પછી તે ગુણાધિક હોય કે ગુણહીન-સાસુ તેને ભાંડે જ છે. જેમ વરસાદ થોડો પડે કે ઘણો, લોકો તેને ભાંડતા જ હોય છે. (‘વરસાદને અને વહુને માન નહિ.” આ કહેવત ઘણી જૂની લાગે છે.) |. ૩૬ // જૈન-ધર્મથી અજાણ માણસ જેમ કાચી આમલીનો આદર કરે (ખાય) તેમ કોઇક સાસુ નાની વહુનો આદર કરે છે, પણ મોટી પ૨ ફેષ કરે છે. (જૈન ધર્મનો જાણે કાચાં અને તુચ્છ ફળ ન ખાય.) || ૩૦ || વહુ નાની હોય કે મોટી સર્વ પ્રસંગોમાં કોઇક સાસુ તેને બહુમાન આપે છે. જેમ લોકો આંબાના ફળોનો સર્વ અવસ્થામાં આદર કરે છે. || ૩૦ || પશ્યના કારણે જ તે પુરુષોને સારી પત્ની મળતી હોય છે. પરંતુ ત્યાં પણ માતા અને વહનો પ્રેમ તો સૌભાગ્યની પરાકાષ્ઠા કહેવાય. || ૩૯ || જેના ઘરે આ લોક-પરલોકમાં હિતકારી માતા અને મનગમતી પત્ની-બંને પરસ્પર પ્રેમથી શીતલ થઈને રહે છે. તેને ખરેખર મોક્ષ આપનારી ધર્મની સિદ્ધિ અને પૈસો આપનારી પ્રસિદ્ધિ મળી છે, કવિતા અને સંગીત તેના ARRARAUAYA8A82828282828282888 // ૪૬૫ II
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy