SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૩ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 ધાતુવાદી જેવી વસંત ઋતુએ મલયાચલ પવનના સૂસવાટા વડે કાચ કળશ (ખાર રાખવાનો ઘડો) જેવા કામને શું રસ-પાત્ર (પારો રાખવાનું પાત્ર) બનાવ્યો ? (ધાતુવાદી પણ અગ્નિ સળગાવવા ફંકો મારતા હોય છે. મલયાચલના સુસવાટા-ફૂત્કાર તે ટૂંક સમજવી.) || ૧૨૬ ||. આ વસંતઋતુ નોળીઆ જેવા બકુલ વૃક્ષોથી ભોરીંગ જેવા વેશ્યાગામી લોકોને ડરાવતી હતી અને વશીકરણના તિલક જેવા તિલક વૃક્ષોથી સ્ત્રીઓને વશ કરતી હતી. || ૧૨૭ છે. યુવક-યુવતીની પરસ્પર સૂચના (સંકેત) રૂપી સોયથી જે કેવડો, પરોવાયેલા દોરા જેવા સુગંધ વગેરે ગુણોથી યુવક-યુવતીના મન પરસ્પર સીવે છે (જોડે છે) તે કેવડાએ કયા માણસોને રજોભાવથી-રાગભાવથી (પરાગથી) લિપ્ત ન કર્યા ? || ૧૨૮ ||. કોયલોનો એકધારો મીઠો ટહુકાર, કામદેવરૂપી શિકારીના સંગીતની કળાને પામતો હતો. મેં ૧૨૯ || ભમતા ભમરાઓના રણકારવાળી ઉત્તમ વૈડૂર્ય રત્નોની બનેલી બંગળીઓવાળી વનશ્રેણી, આંબાની મંજરીના હાથથી જાણે નાચતી હતી. | ૧૩૦ || ગ્રીષ્મ ઋતુનું વર્ણન : ગ્રીષ્મઋતુમાં શાલિભદ્રના વિશાળ લાવણ્યના દર્શનથી જાણે રોમાંચિત થયેલા કદંબ વૃક્ષોના ઝૂંડ, ફૂલોના સમૂહથી શોભતા હતા. || ૧૩૧ // ચંદ્રકાન્ત-શિલાકાન્ત વગેરે રત્નોથી બનેલી આગાશીમાં લહેર કરતા, ચાંદની જેવા ચમકતા સુંદર કપડા પહેરનારા, કપૂરના ચૂર્ણથી યુક્ત દેહની કાંતિવાળા શાલિભદ્રના સુખનો અમૃત સાગર (ઊનાળામાં પણ) ઊછળતા 8A%A88888A YAUAAAAAAAA // ૬o, I
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy