SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૩ शालिभद्र महाकाव्यम् 828282 8282828282828282828282828282 મોજાઓથી ચંચળ બન્યો. ખરેખર ઊનાળો થોડા પાણીવાળા તળાવોને ભયંકર હોય છે, પણ સાગરને નહિ. (તુચ્છ લક્ષ્મીવાળા ગરીબોને ઉનાળો ભયંકર, પણ શાલિભદ્ર જેવા શ્રીમંતને નહિ.) || ૧૩૨ / ૧૩૩ || વર્ષા ઋતુનું વર્ણન : વીજળીના પ્રકાશથી આખું જગત જોઇ વાદળાઓ ગર્જનાઓ દ્વારા જાણે જણાવી રહ્યા છે : “આ દુનિયામાં શાલિભદ્રથી સુંદર બીજો કોઇ નથી. / ૧૩૪ || પર્વતોમાંથી કિનારાઓ તોડતી નદીઓ પેદા થવા લાગી. જાણે દિશાઓના કિનારાઓ તોડતી શાલિભદ્રની કીર્તિઓ જોઇ લો ! || ૧૩૫ / સદા કાળા અગરના ધૂમાડાથી શ્યામ બનેલા આકાશવાળી, જલકાંત મણિથી બનેલી, મહેલની ગગનચુંબી આગાશી પર. વીજળી જેવી ચમકતી પ્રિયતમાઓ વડે પરિવરેલો ઉદાર આ શાલિભદ્ર મેઘ જેવો અતિદર્શનીય બન્યો. // ૧૩૬ // ૧૩૭ // છયે ઋતુઓનું વર્ણન : ઊડવાથી થતા પુષ્કળ સુસવાટાના સૂચનરૂપ હંસના પીછા પડવાથી પંખ (બાણનો પાછળનો ભાગ ‘પંખ' કહેવાય છે.) ના સુસવાટની સુચનારૂપ બાણના પીછા પડવાથી શરદ ઋતુને, આ શાલિભદ્ર કામસુભટના બાણ જેવી માનતો હતો. (વરસાદ પૂરો થાય ત્યારે હંસો ઊડે તેથી પીછા ખરે અને રાજાઓ લડે તેથી પંખ ખરે એટલે આવી કલ્પના કરેલી છે.) || ૧૩૮ || 828282828282828282828282828282828482 / ૪૦૬ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy