SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૩ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 શાલિભદ્રને અનુકૂળ છયે ઋતુ : કલ્પવૃક્ષની માળા વડે જેનું ર્તિલું શરીર લક્ષ્મીના નિવાસસમું હતું, તે નંદનવનશા ભદ્રાપુત્ર શાલિભદ્રને વસંત વગેરે છએ ઋતુઓ સેવવા લાગી. || ૧૨૧ // દુનિયાનો જીતનારી કામ પણ શાલિભદ્રના રૂપથી હારી ગયો છે. આથી તેણે શાલિભદ્ર પર સારી રીતે શરસંધાન (તાકીને બાણ મૂકવા) કરવાની પ્રતિજ્ઞાથી પોતાનો મિત્ર ચૈત્ર માસ (વસંત ઋતુ) મોકલ્યો. // ૧૨૨ //. વસંત ઋતુનું વર્ણન : મલયાચલનો પવન, ઉત્કટ દુર્ગધને દૂર કરનારી સુગંધની કળાથી દિગંતોને પણ સુગંધથી ખૂબ જ ભરી દેતો હતો. / ૧૨૩ //. સ્વર-સંચારનો જાણકાર, અનુકૂળ શ્વાસથી સુગંધી, નાસિકાના એક બીજા છિદ્રોમાં સ્થાપિત થતા શ્વાસથી સ્ત્રીઓને તે વશ કરતો હતો. (નાસિકાના ડાબા કે જમણા - જે છિદ્રમાં શ્વાસ ચાલતો હોય તે બાજુ રાખવામાં આવેલી સ્ત્રીઓ વશ થાય છે-એમ સ્વરોદયશાસ્ત્રીઓ કહે છે.) ગૌણાર્થ : હંસ (સૂર્ય કે હંસ)ના સંચારની જાણ, દક્ષિણ દિશાના (મલયાચલના) પવન વડે સુગંધી વસંત ઋતુ સ્ત્રીઓને વશ કરતી હતી. // ૧૨૪ છે. ફૂંફાડા મારતા સાપ જેવી વસંત ઋતુ શાલિભદ્રના શ્વાસથી મિશ્રિત પોતાના મલયાચલના પવનરૂપી શ્વાસો વડે મુસાફરોને વ્યાકુળ કરતી હતી. // ૧૨૫ // 828282828282828282828282828282828282 I go |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy