SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૧ शालिभद्र महाकाव्यम् 828282828282828282828282828282828288 બીજા ઘરથી આવેલી, પ્રફુલ્લ મનવાળી, અવિષાદી માતાએ બેઠેલા તે બાળકને ફરી ખીર આપી. / ૧૧૨ // માતા બાળકને ઘીથી તરબોળ મીઠાઇ પરાણે પણ ખવડાવે. પરંતુ આ બાળકે પોતાની મેળે જ જમી લીધું છે-એમ જાણી રાજી થયેલી માતા કંઇ બોલી નહિ. || ૧૧૩ || અહો ! કેવો છે આ બાળકના લોભનો ઉછાળો ! મુનિ-દાનના ફળમાં તેણે માને પણ ઠગી ! જુઓ તો ખરા ! || ૧૧૪ . પુણ્યથી ભરાયેલા, આનંદની અધિકતાથી શોભતા સંગમને મુનિ-દાનથી અમૃતરૂપ થયેલ ખીરથી તરત જ તૃપ્તિ થઇ ગઇ. (અમૃતથી તૃપ્તિ થતાં વાર કેટલી ? થોડું અમૃત અને તરત જ તૃપ્તિ !) || ૧૧૫ // - હવે કોગળો કરી, વિસામો લઇ, પ્રશાંત અને અભ્રાન્ત મનવાળો સંગમ, જાણે વિશાળ રાજય મળ્યું હોય તેમ આનંદ માણવા લાગ્યો. || ૧૧૬ |L ઓ પ્રાજ્ઞપુરુષો ! સજ્જ થયેલા તેના આત્મગુણો વડે તૈયાર થયેલ પુણ્યના વિપાકની ન વિચારી શકાય એવી પણ સુગંધ વિચારો. ગૌણાર્થ : હોંશિયાર રસોઇયાઓ વડે બનાવાયેલી પવિત્ર રસોઇની ન કલ્પી શકાય તેવી સુગંધની કલ્પના કરો. || ૧૧૭ || સંગમના દાનની અદ્ભુતતા : ઉપદ્રવનો નાશ કરનારું હોવાથી મંગલકારી, આત્માને અનુકૂળ હોવાથી દક્ષિણાવર્ત, મોહના ઝેરને નાશ 8282828282828282828282828282828888 / રૂ૭ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy