SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૧ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 કરતું હોવાથી તીક્ષ્ણઘાતી, શાંત રસ પેદા કરનારું હોવાથી રસાયણ, ત્રિકોટિશુદ્ધ હોવાથી ગુરુ, કુવિકલ્પની આગથી બળે નહિ તેવું હોવાથી અદાહ્ય, પોતાનું ફળ આપવાથી પવિત્ર, વિનયયુક્ત હોવાથી નમ્ર-આ પ્રમાણે આઠ ગુણથી યુક્ત દાન સુવર્ણરૂપ બને છે. | સોનું પણ ગરીબાઇનો નાશ કરનારું હોવાથી મંગળરૂપ, તપેલું સોનું જમણી બાજુ ફરે છે માટે દક્ષિણાવર્ત, લોઢાને મારનારું હોવાથી તીક્ષ્ણઘાતી, પારા વડે તેનું અયન (પ્રાપ્તિ) થતી હોવાથી રસાયણ, વજનદાર હોવાથી ગુરુ, અગ્નિથી બળતું નહિ હોવાથી અદાહ્ય, કદી સડતું ન હોવાથી પવિત્ર, જેમ વાળીએ તેમ વળતું હોવાથી નમ્ર હોય છે. || ૧૧૮ || નિપુણતા, જાણકાર માણસોનો ઉપદેશ-વગેરેથી ધાતુવાદનું ધાતુજન્ય સોનું મળે છે, પરંતુ આ દાનરૂપી સોનું તો સ્વારસિક (પોતાના જ રસથી બનેલું) કુમાર (શુદ્ધ સોનું) છે. આથી તે અધિક મહત્ત્વ પામે છે. / ૧૧૯ // અતિશય મોંઘુ, દુર્લભ, સ્વયંભૂ (પોતાની મેળે થનારું) ભૂતકાળનાં પાપોને (પ્રેત-દોષને) હરનારું, શાલિગ્રામમાં પેદા થયેલું આ સંગમનું દાન ‘કુમાર’ સુવર્ણ સમાન છે. // ૧૨૦ || અહીં (શાલિગ્રામમાં) સંગમ દ્વારા જે કુમાર (શંકરપુત્ર કાર્તિકેય) સુવર્ણ સમાન દાન થયું. એથી જ જાણે આ ગામ “શાલિગ્રામ' તરીકે ઓળખાયું. (શિવલિંગના પથ્થરને પણ ‘શાલિગ્રામ’ કહેવાય છે.) || ૧૨૧ ||. ઉત્સુક થયેલી ગાયો વાછરડાને અનુસરે છે. તેથી વાછરડા સમાન વત્સપાલ સંગમનો ધર્મરૂપી કામધેનુ ગાયે દૂરથી જ આશ્રય લીધો. / ૧૨૨ //. 8A%A88888A YAUAAAAAAAA / રૂદ્ધ૮ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy