SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૧ शालिभद्र महाकाव्यम् 82828282 8282828282828282828282828282 તરત જ મને વિત્ત (ખીર) મળ્યું. તરત જ મને પાત્ર (મુનિ) મળ્યું. તરત જ ચિત્ત હર્ષથી છલકાયું. તો તરત જ પુણ્યની કમાણી કરી લઉં ! // ૯૫ // શ્રી રામચંદ્રજીએ અને સર્વરત્નોમાં પ્રધાન માન્યું છે. તો પાત્રમાં અપાયેલું આ પરમાન્ન (પરમ + અન્ન) ચિન્તામણી રત્ન જેવું બનો ! || ૯૬ ||. તે જ અમૃત-આહાર કહેવાય, જે સુપાત્રમાં અપાય અને જેનો રસ કરોડો યુગો વીતવા છતાં ઓછો ન થાય. || ૯૭ || આમ વિચારી થાળી લઇ સ્થિર થઇ તે ઉભો થયો. હર્ષથી ઊંચા થયેલા રોમાંચથી કવચિત (બશ્વરયુક્ત) થયેલો તે શોભવા લાગ્યો. તેના શરીર પર જાણે પુણ્યના અંકુરો ઊગ્યા ! ધર્મ-વૃક્ષની ચોફેર તેણે જાણે વાડ કરી ! શુદ્ધિબુદ્ધિવાળો તે ગરીબાઇરૂપ શત્રુ સાથેના યુદ્ધ માટે બન્નર પહેરી જાણે સજજ થયો. || ૯૮ | ૯૯ || તેણે મુનિને વિનંતી કરી : હે મુનિરાજ ! આપ ચંદ્ર જેવા છો. આપનો પવિત્ર અભિલાષ (કિરણ) રાજા કે રંક-સૌ પર સમાન છે. || ૧૦૦ // અણધાર્યા મળેલા આપના પારસમણિ શા ચરણસ્પર્શથી, આપના ગુણથી રક્ત ધાતુવાળા મારું સુંદર કલ્યાણ થયું. ગૌણાર્થ : તારા સ્પર્શથી (હે પારસમણિ !) મુજ તામ્રધાતુનું સોનું થયું. // ૧૦૧ // ઓ મૈત્રી-વિલાસના મંદિર મુનિ ! ઓ કરૂણારૂપી કામિની દ્વારા પવિત્ર યૌવનવાળા સ્વામી ! મહેરબાની કરો અને મને તારો. / ૧૦૨ //. ARRARAUAYA8A82828282828282888 // રૂ I
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy