SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૧ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 સંગમનો આનંદ : અહો મારું કેવું ભાગ્ય જાગ્યું ? અહો મારું કેવું ભાગ્ય જાગ્યું ? અહો આજે મારે ત્યાં મોટો ઉત્સવ મંડાયો. અહો ! મને ધર્મસામગ્રી મળીઅહો ! મારા કર્મની લઘુતા થઇ. / ૮૮ || મારે તો આજે અણધાર્યો વાદળ વિના વરસાદ વરસ્યો. ચંદ્ર વિના ચાંદની ખીલી. દીવા વિના પ્રકાશ પ્રગટ્યો. // ૮૯ // આવા ગામમાં સાધુ ભગવંત ? આ તો પૃથ્વી પર ઐરાવત હાથી આવ્યો ! રણપ્રદેશમાં ગંગાનું પૂર આવ્યું ! મારવાડમાં કલ્પવૃક્ષ ઊગ્યું ! || ૯૦ || અને એ મુનિ ભગવંત આ ગામમાં પણ મારે ઘેર ? આ તો ગરીબને ઘેર રાજા આવ્યો ! અમાસની રાતે ચંદ્ર ઊગ્યો ! પાતાળમાં સૂરજ પહોંચ્યો ! || ૯૧ છે. સામાન્ય અનાજના પણ ઠેકાણા ન હોય તેવા મારા ઘરે ખીર ક્યાંથી ? ખારી જમીનમાં ઘાસ પણ ન ઊગે ત્યાં મોટા ડાંગરના છોડની હારમાળા ક્યાંથી ? || ૯૨ || આ તો ગગન મંડળમાં ગંગા-જમના અને સરસ્વતીનો ત્રિવેણી-સંગમ થયો. શિલાપુત્ર (ભાગ્યહીન પ્રાણી) પર પાર્વતી, સરસ્વતી અને મહાલક્ષ્મી પ્રસન્ન થયાં. || ૯૩ //. આ તો જડરૂપ ઘડામાં તર્ક, લક્ષણ અને સાહિત્યરૂપ ત્રણ વિદ્યાઓની ચર્ચા થઈ પડી, જે મારા જેવા (સંગમ)માં ચિત્ત, વિત્ત અને પાત્રનો સંગમ થયો. || ૯૪ || 8A%A88888A YAUAAAAAAAA / રૂ૪ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy