SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૧ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 પાડોશણોનું આગમન : ધન્યાનો આવો વિલાપ સાંભળીને તેના શોકથી આવેશવાળી પોતાની જ તર્જના વડે તર્જની આંગળી જેવી, સુખને આપનારી પાડોશણો આવી પહોંચી. | પર // રાજાને જેમ પાડોશી રાજા શત્રુ હોય છે, તેમ પાડોશીનો પ્રાયઃ પાડોશી શત્રુ હોય છે. પરંતુ ધન્યાને તો ખેતરની ભૂમિની સરવાણીની જેમ રડતી પાડોશણો રસોઇ (જલ) માટે બની. || પ૩ ||. ઓ બેન ! નિસાસા બંધ કર. મા ! ઓ મા ! હવે રડીશ નહિ. ઓ કલ્યાણમયી ! કલ્યાણની વેલડીને અટકાવનારું કારણ કહે. | ૫૪ // ‘તારા પુત્રનું મંગળ થાઓ... મંગળ થાઓ... અમંગળ શાંત થાઓ... શાંત થાઓ...' આ પ્રમાણે સ્નેહ દ્વારા સર્વસ્વ - સમર્પણને સૂચિત કરતી પાડોશણો ત્યારે બોલી ઊઠી. || પ૫ //. હવે કામળીના છેડાથી આંખનાં આંસુ લૂછીને સરળ અને પવિત્ર ધન્યા બોલી : હતભાગી હું મારા આત્માનો શો શોક કરું ? / પદ // વિલાપનું કારણ કહેતી ધન્યા : ઓ સ્વચ્છ મનવાળી બહેનો ! તમે હોશિયાર છો છતાં અજાણ વ્યક્તિની જેમ, જન્મથી માંડીને અત્યાર સુધી દુઃખથી દાઝેલી મને શું પૂછો છો ? ઇંટના નીંભાડાની ઉંદરડીને તાપનું શું પૂછો છો ? || પ૭ // 82828282828282828282828282828282888 / રૂ૪૬ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy