SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૧ शालिभद्र महाकाव्यम् 828282828282828282828282828282828288 વિશેષ આ વાત છે. તે વિશેષજ્ઞ બહેનો ! આજે સારથી જેવા મારા અજ્ઞાની દીકરાએ ઘરડી ગાય જેવી મને મનોરથના રથમાં જોડી છે. / ૫૮ / તે મનોરથ પૂરવામાં અસમર્થ, દુર્બળ હું વિષાદ કરું છું. બેસો. આપના સામીપ્યારૂપ ખજાનાથી વધુ સુખનો કેતુ (નિશાની) બીજો કોઇ હેતુ નથી. (આપની હાજરી એ જ મારું સુખ.) || પ૯ // પાડોશણોનો મધુર જવાબ : ત્યાર પછી વિસ્મિત થયેલી તે પાડોશણો બોલી : ઓ અસમર્થ બાઇ ! શું તારો બાબો ઐરાવણ હાથીની જેમ કલ્પવૃક્ષનાં ફળો ઇચ્છે છે ! | ૬૦ || હવે તે ગદગદ સ્વરે બોલી : ઘીથી લચપચતી, ધરતીનું અમૃત, દેવોને પણ સ્વભાવથી જ પરમ પ્રીતિ માટે પ્રખ્યાત થયેલી ખીર ગરીબ માણસોને ક્યાંય મળતી નથી. જેમ સારાં વચનો ક્યાંય સાંભળવા ન મળે. તે ખીરની તેણે માંગણી કરી છે, કારણ કે બાળકો હંમેશાં જોયેલી વસ્તુની ઇચ્છા કરનાર હોય છે. || ૬૧ || ૬૨ // - પોતાને સર્જન માનતી તે પાડોશણો બોલી : આપણે તો સમાન સુખ-દુઃખવાળી છીએ. ઓ ભાગ્યશાળી બહેન ! આ વાત કરવાથી તેં આપણે પરસ્પર પ્રેમરહિત છીએ - એમ જણાવ્યું. || ૬૩ || ઓ ધન્યા ! તું ખરેખર ધન્ય છે. માનનું રક્ષણ કરવા માની પુરુષો પ્રાણ છોડી દે છે. પરંતુ તું તો પ્રાણથી પણ અધિક પુત્ર માટે માનને છોડતી નથી. // ૬૪ . ઝાકળ-ધુમ્મસ જેવી અમે છીએ. અમારાથી કદાચ તારા દુ:ખનો દાવાનળ શાંત ન થાય, પરંતુ સૂર્ય જેવા આ બાળકની ઇચ્છા (કિરણ) કેમ ન પૂરી શકીએ ? | ૬૫ || 8A%A88888A YAUAAAAAAAA / રૂ૦ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy