SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૧ शालिभद्र महाकाव्यम् BACA SUR 8282828282828282828282828282 તારી આશા હું પૂરીશ. તારી આશંકા (અમંગળ) હું દૂર કરીશ. ખરેખર માતાઓ કદી પણ પુત્ર સામે પ્રતિકૂળ બોલતી નથી. || ૪૪ || સાક્ષાત્ અમૃતભર્યા મીઠાં વચનોથી માતા દ્વારા પ્રમાણથી પણ વધુ અતિ ખુશ થયેલો બાળક તે જ વખતે ઘરથી બહાર ચાલ્યો ગયો. || ૪૫ //. પુત્રરૂપી હાથીના આવા વૃત્તાન્તરૂપી દાંતથી હલાવાયેલી જંગલની વેલડી જેવી બિચારી ધન્ય કરમાઇ ગઇ. // ૪૬ // ધન્યાનો વિલાપ : પુત્રને ફોગટ આશ્વાસન આપવાથી વ્યાકુલ હૃદયવાળી તે વિચારવા લાગી; વિધાતાએ મારાથી અધિક દુર્દશાધીન બીજી કઇ સ્ત્રી બનાવી હશે ? || ૪૭ || દુનિયામાં એક તો સ્ત્રી જન્મ હલકો છે. ત્યાં પણ વિધવાપણું નવાં દુ:ખો કરનારું છે. ગરીબાઇ અવિશ્વાસનું સ્થાન છે. વળી ત્યાં દાસપણું હાસ્યાસ્પદ છે. ||. ૪૮ || પૂર્વ સુખને યાદ કરી કરીને તે જોરજોરથી રડવા લાગી. જગતમાં દુ:ખી સ્ત્રીઓની શક્તિ રુદન છે. / ૪૯ | ઓ મા ! તે મને કેમ જન્મ આપ્યો ? હાય ! પિતાજી ! તમે કેમ મને પાળી-પોષી ? અરેરે ! હું તો વિપત્તિઓની વાનગી બની છું. દુ:ખોનું સ્થાન બની છું. || ૫૦ || ખરેખર હું નામથી જ ધન્યા છું. (વસ્તુતઃ અધન્યા જ છું.) જેમ પેલી તિથિ અભદ્ર હોવા છતાં ‘ભદ્રા' કહેવાય છે ને ? કારણ કે એકના એક પુત્રને એક વખત પણ હું સારું ભોજન આપી શકતી નથી ! (તો હું ધન્યા શી રીતે ?) || ૫૧ || ARRARAUAYA8A82828282828282888 / રૂ૪૮ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy