SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં એક વિશિષ્ટ ઘટના ઘટી, એક જૈન ભાઇએ કહ્યું : “બાપજી ! અહીંના ઉપાશ્રયમાં ગોરજીનો જૂનો જ્ઞાનભંડાર છે, તે અમે આપને આપવા માંગીએ છીએ. આપ જેવા જ્ઞાની પુરુષ પાસે ભંડાર આવશે તો કંઇક ઉપયોગી થશે. નહિ તો અહીં બધાં પુસ્તકો, હસ્તપ્રતો વગેરે પડ્યાં પડ્યાં સડી જશે.’ પૂજ્યશ્રીએ કહ્યું : ભલે. અમે તો નહિ રાખીએ, પણ વ્યવસ્થિત સ્થાને કચ્છમાં મોકલાવી દઇશું. પણ તમારો એ ભંડાર છે ક્યાં ?' એમણે કહ્યું : “છે તો આ જ ઉપાશ્રયમાં, પણ આપને એ નહિ દેખાય. એના માટે પેલી દીવાલ તોડવી પડશે. ભંડારની સુરક્ષા માટે ઓરડાના દરવાજા પર દીવાલ જ ચણી દેવામાં આવી છે.' બપોરે દીવાલ તોડવામાં આવી. અંદરથી જૂના પુસ્તકો તથા હસ્તપ્રતો વગેરે નીકળ્યું. પૂજયશ્રીની પ્રેરણાથી એ બધું લાકડાની પેટીઓમાં ભરાઇને કચ્છલાકડીઆના જ્ઞાનભંડારમાં પહોંચ્યું. (ભૂકંપના કારણે અત્યારે (વિ.સં. ૨૦૫૯) એ આખો ભંડાર નવસારી કે અમદાવાદ તપોવનમાં છે.) એ ભંડારમાંની પ્રતોની સાચવણી કેવી ઉત્કૃષ્ટ હતી. જૂની હસ્તપ્રતો માટીના બોક્ષમાં હતી. એ માટીનાં બોક્ષ એવાં એર-ટાઇટ હતાં કે બહારની હવા અંદર જઇ શકે નહિ. આથી જ વરસો વીતવા છતાં એ હસ્તપ્રતો અત્યંત સુરક્ષિત રહેલી હતી, પૂજયશ્રીએ એ હસ્તપ્રતોને યથાયોગ્ય સ્થાને મોકલવાનો પ્રબંધ કરી આપ્યો. સાચે જ પૂજ્યશ્રીની શ્રુતભક્તિ અનુપમ હતી. ફા.સુદ-૧૪, ફલોદી, પૂજ્યશ્રીની જન્મભૂમિમાં પૂજયશ્રી સાથે અમે આવી પહોંચ્યા. નવે નવ જિનાલયોથી શોભતી આ ફલોદી નગરી ભૂતકાળમાં કોઇ કાળે ‘વીતભયપત્તન” તરીકે અથવા ‘વિજયનગર' તરીકે પ્રખ્યાત હતી, એમ પણ કેટલાક માને છે. અહીં પહેલાં તો ૧૫00 જેટલાં ઘર હતાં, પણ પાણીની તંગી, ધંધાનો અભાવ વગેરે કારણોસર મોટા ભાગનાં જૈનો મદ્રાસ, ઊટી, મન્નારગુડ્ડી, રાયપુર, રાજનાંદગાંવ વગેરે પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૭૦ સ્થળોએ જઇને વસ્યા છે. આ સિલસિલામાં પૂજયશ્રી પણ ધંધાર્થે રાજનાંદગાંવ વસ્યા હતા. બીજા દિવસે હોળી આવતી હોવાથી બહેનોને એકલાં બહાર નહિ જવાની કડક સૂચના આપવામાં આવી હતી. આ બાજુની હોળી બહુ જ ખતરનાક હોય છે. માત્ર કપડાં જ રંગે એવું નહિ. રંગથી આખાને આખા નવડાવી જ દે ! જો કે, એકાદ-બે કિસ્સા સિવાય કોઇને એવો ખાસ અનુભવ થયો નહિ. અમારો ઉતારો ખ્યાતિ નોહરામાં હતો. અમે અહીં બે દિવસ રોકાયા હતા. ફા.વદ-૧, શેતાનસિંહ, પાકિસ્તાન સાથેના યુદ્ધમાં વીરતાપૂર્વક શહીદ થયેલા શેતાનસિંહ નામના આ ગામના જવાનથી આ ગામનું જૂનું નામ બદલાઇને ‘શેતાનસિંહ’ પડ્યું છે. શરૂઆતમાં તો અમે પણ વિચારમાં પડી ગયા હતા કે આવું નામ કેમ ? પણ ગામ-લોકોએ વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો. ફા.વદ-૪, ઓસિયા તીર્થ, સોથી વધુ વર્ષ પહેલાં પૂ. મોહનલાલજી મહારાજ અહીં આવેલા ત્યારે બહિર્ભુમિએ જતાં રેતીના ટીંબામાં દાંડો અટક્યો. એમને નીચે કંઇક હોવાની શંકા પડી, સંઘ પાસેથી ઉખનન કરાવતાં પ્રાચીન જૈન મંદિર નીકળ્યું. ઓસિયા પ્રાચીન નગર હતું, પ્રાચીન તીર્થ હતું, તે વાત સત્ય સાબિત થઇ. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી પ્રાયઃ ૨૫ જેટલાં વર્ષે અહીં રત્નપ્રભસૂરિજીએ (પાર્શ્વનાથ સંતાનીય) રજપૂતોને જૈન બનાવી ઓસવાળ વંશની સ્થાપના કરેલી. આ પ્રાચીન તીર્થનાં દર્શન કરતાં પૂજયશ્રીને ખૂબ જ આનંદ આવ્યો. ફા.વદ-૧૦, જોધપુર, અહીં સંઘનું ભવ્યાતિભવ્ય સ્વાગત થયું. ભેરૂ બાગમાં સંઘ ઊતરેલો. ફા.વદ-૧૩, કાપરડા, પૂ. નેમિસૂરિજીએ જાનનું જોખમ વહોરીને આ તીર્થનો ઉદ્ધાર કરેલો છે. અહીં પૂજયશ્રીને ભક્તિ કરતાં ખૂબ જ આનંદ આવ્યો. કચ્છ વાગડના કણધારો ૧૭૧
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy