SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શૈ.સુદ-૩, પાલી, પાલીમાં આવીને ૬૪ દિવસનો આ મોટો સંઘ પૂર્ણાહુતિને પામ્યો. જનારા દરેક યાત્રિકોની આંખમાં આંસુ હતાં. ચૈત્રી ઓળી પૂજયશ્રીએ પાલી સંઘના આગ્રહથી પાલીમાં જ કરી. આ સંઘમાં પૂ. પ્રદ્યોતનવિ. (પછીથી આચાર્ય) પૂ. ચન્દ્રપ્રભવિ., પૂ. ચરણગુણવિ. આદિ પૂ. પ્રેમસૂરિજીના સમુદાયના સાધુઓ હતા. તથા અન્ય અન્ય સમુદાયોનાં સાધ્વીજીઓ પણ હતાં. બધાને ખૂબ જ આનંદ આવ્યો. ચૈત્ર વદ-૧૧ થી વૈ.સુદ-૬, પિંડવાડા, શાસનપ્રભાવક પૂજય આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિજી આદિ અહીં મળ્યા. ૮૪ વર્ષની ઉંમરે પણ પૂ. આચાર્યશ્રી સ્વસ્થ હતા. વ્યાખ્યાન, વાચનાદિ સ્વસ્થપણે આપતા. પૂ. આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી, પૂજયશ્રી પર ફિદા ફિદા હતા. “તમે તો શાસન પચાવ્યું છે. તમે તો પામેલા આત્મા છો.” વગેરે અનેક ઉગારો પૂ. આચાર્યશ્રીના મોઢે અમે અનેક વાર સાંભળ્યા છે, અનેક વાર પીઠ થાબડતા નિહાળ્યા છે. ત્યારે કુલ ૧૦૫ સાધુઓ એકઠા થયા હતા. એક વખત પૂ. આચાર્યશ્રીએ, પૂજ્યશ્રીને પ્રતિક્રમણમાં સજઝાયનો આદેશ આપ્યો. ત્યારે પૂજયશ્રી “અવધૂ નિરપેક્ષ વિરલા કોઇ’ સજઝાય અત્યંત ભાવવિભોર હૃદયે બોલેલા. એ સજઝાય પૂજયશ્રીને ખૂબ જ પ્રિય હતી. પ્રિય હતી તેટલું જ નહિ, પણ એ સજઝાયમાં આવતું યોગીનું વર્ણન બરાબર પૂજ્યશ્રીના જીવનમાં ઊતરેલું દેખાતું હતું. પૂજયશ્રી કેવા હતા ? એમ કોઇ પૂછે તો કહી શકાય : આ સજઝાયમાં જેવું વર્ણન છે તેવા હતા. ચન્દ્ર સમાન શીતલતા જાકુ, સાગર જિમ ગંભીરા; અપ્રમત્ત રહે ભારંડ તણી પરે, સુરગિરિ સમ શુચિ ધીરા.” પૂજયશ્રી બરાબર આવા જ હતા. “ભરતજી મન મેં હી વૈરાગી.” “નહિ જાઉં નહિ જાઉં, હો પ્રભુજી ! નહિ જાઉં નરક-દ્વાર.” “સમય મેં ગોયમ ! મ કરે (પૂજ્યશ્રી અહીં ‘ક’ની જગ્યાએ ‘કરે’ બોલતા હતા.) પ્રમાદ.” “અવધૂ સદા મગન પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૭૨ મેં રહેના.” વગેરે સજઝાયો પૂજ્યશ્રીની પ્રિય સઝાયો હતી. એ બોલતી વખતે પૂજયશ્રી અત્યંત ભાવવિભોર બની જતા. જેમણે પ્રતિક્રમણમાં સજઝાય બોલતા પૂજ્યશ્રીને સાંભળ્યા હશે, તેમને આ ખ્યાલ હશે ! વૈ.સુદ-૩, અહીં (પિંડવાડામાં) આજના દિવસે અનેક દીક્ષાઓ સાથે વાગડ સમુદાયમાં પણ ત્રણ દીક્ષાઓ હતી. રશ્મિબેન, સાધનાબેન (ધ્રોળ) અને જ્યોતિબેન - આ ત્રણેયના ક્રમશ: સા. જ્યોતિદર્શનાશ્રીજી, સાજિનદર્શિતાશ્રીજી તથા સા. જિતરસાશ્રીજી – એમ નામ પડ્યાં. (વડી દીક્ષાઓ પણ હતી.) પછીથી પંડિત મહારાજ તરીકે પ્રસિદ્ધ થનાર મુનિ શ્રી મોહજિતવિજયજી (મહેન્દ્રભાઇ) તથા મુનિ શ્રી યુગભૂષણવિજયજી (નવીનભાઇ)ની પણ દીક્ષા ત્યારે જ થઇ હતી. એ વખતે પૂ.પં. ભદ્રંકરવિ.મ., પૂ. સુદર્શનસૂરિજી, પૂ. મિત્રાનંદવિ. (પછીથી આચાર્ય) પૂ. વિચક્ષણવિ. (પછીથી આચાર્ય), પૂ. હમભૂષણવિ., પૂ. ગુણયશવિ., પૂ. કીર્તિયશવિ., પૂ. નયવર્ધનવિ. વગેરે ૧૦૫ મહાત્માઓ હતા. એક જિનાલયની પ્રતિષ્ઠા પણ થયેલી. આ વખતે પૂ.પં.મ.ને પૂ. રામચન્દ્રસૂરિજી પાટણ લઇ જવા માંગતા હતા, પણ પૂ.પં.મ.ની તેવી જરાય ઇચ્છા નહોતી પણ પૂ. આચાર્યશ્રીની ઇચ્છાને માન આપી અંતે પાટણ પધાર્યા. એ વખતે પૂ.પં.મ.ને સમજાવવા જ ખાસ પૂ. રામચન્દ્રસૂરિજી એમની રૂમમાં ગયા હતા ત્યારે અમે બધા પણ સાથે હતા. એ દેશ્ય આજે પણ આંખ સામે રમે છે. આ વર્ષનું ચાતુર્માસ ફલોદી નક્કી થયેલું હોવાથી ફરી અમારે ત્યાં જવાનું હતું. વૈ.સુદ-૭ ના ભયંકર ગરમીમાં વિહારો શરૂ થયા. મોટી મારવાડ તરફ જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ ગરમી પણ વધતી ગઇ. ગરમી એટલે કેવી ? રાત્રે ૧૨.૦૦ વાગે પણ સંથારા ભીના થઇ જાય તેવી ! સવારે ૮.૦૦ વાગ્યાથી જ ધરતી તપવા માંડે. આ વિહારોમાં સારા એવા અનુભવ થયા. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૭૩
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy