SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ઘણી વાર લાગે તો ઝડપથી તો લખાય જ કેમ ? પછી પૂજ્યશ્રીએ લખવાનું છોડી આદરપૂર્વક સાંભળવાનું શરૂ કર્યું. પૂજયશ્રી માત્ર સાંભળવા ખાતર જ નહોતા સાંભળતા, તરત જ એ પદાર્થોને જીવનમાં ઉતારતા, હૃદયમાં ભાવિત કરતા. હવેથી પૂજયશ્રી ઘણું કરીને પૂ.પં.મ.ની સાથે જ રહેતા અથવા આજ્ઞા કરે ત્યાં જતા. ચૈત્ર વદ-૩ થી ૯, સેવાડી, અહીં મનોહર પ્રાચીન પ્રતિમાઓ તો છે જ, પણ જિનાલય પણ પ્રાચીન. સંપ્રતિકાલીન મનાતા એ જિનાલયનો નીચેનો કેટલોક ભાગ જમીનમાં દટાઇ ગયેલો જોવા મળે છે. અહીં એક ગામમાં તથા એક બહાર - એમ બે દેરાસરો છે. પૂજયશ્રીને અહીં ભક્તિ કરવાનો ખૂબ જ આનંદ આવ્યો. એક વખત તો સાત કલાક સુધી પૂજ્યશ્રીએ દેરાસરમાં રહીને ભક્તિ સાધના વગેરે કર્યું. અહીં બાટલીબોયવાળા પ્રતાપ ભોગીલાલના ભાઇ મહેશભાઇ પૂ.પં.મ. તથા પૂજયશ્રી પાસે સાધના અંગે માર્ગદર્શન લેવા આવેલા તથા કેટલાક દિવસ સુધી રોકાયેલા. અત્યંત શુદ્ધિપૂર્વક પ્રતિક્રમણ કરનાર પ્રશમરતિનો અંગ્રેજીમાં અનુવાદ કરનાર, દાઢીધારી પ્રતિભાશાળી લાગતા એ મહેશભાઇએ આપઘાત કેમ કર્યો હશે ? એ આજે પણ નથી સમજાતું. (પાંચેક વર્ષ પછી તેમણે પંખા નીચે લટકીને આપઘાત કરેલો.) ચૈત્ર વદ-૧૦ થી વૈ.સુદ-૪, લુણાવા, વૈ.સુદમાં અહીં એક વિશાળ લાક્ષણિક વડલાના ઝાડ નીચે બે બહેનો (સજજનબેન અને પવનબેન)ની દીક્ષા ઉભય પૂજ્યોની નિશ્રામાં થઇ હતી. અહીંથી પં.મ.ની આજ્ઞા પ્રમાણે પૂજયશ્રી નાડોલ, નાડલાઇ વગેરેની યાત્રા કરવા તથા દેસુરી મહોત્સવમાં નિશ્રા આપવા પધાર્યા. વૈ.સુદ-૧૦, વર કાણા, અહીં સાંજે પૂ. મુનિશ્રી ગુણરત્નવિજયજી (હાલ પૂ. આચાર્યશ્રી) આદિ ચાર મહાત્માઓ મળેલા. ત્યારે મુનિશ્રી ગુણરત્નવિજયજીએ પૂજયશ્રી સમક્ષ પોતાના નૂતન શિષ્ય મુનિશ્રી મોક્ષરત્નવિજયજીની પ્રતિભા, સેવા-સમર્પણ વગેરે અંગે પ્રશંસા કરેલી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૫૨ વૈ.સુદ-૧૩ થી વૈ.વદ-૫, દેસુરી, પ્રાયઃ તપાગચ્છીય આચાર્યશ્રી વિજયદેવસૂરિજીના નામ પરથી વસેલા આ ગામમાં અઠ્ઠાઇ મહોત્સવ હતો. જૈન મંદિર વગેરે રોશનીથી ઝળહળ થતાં હતાં. ઉપાશ્રય ગોદામ જેવો હોવાથી સૌએ ગરમીને ખૂબ જ સારી રીતે માણી !! (પરિષહ વગેરેને “માણવાના” જ હોયને ?). પછી, ઘાણેરાવ, મૂછાળા મહાવીર, રાણકપુર, સાદડી, લુણાવા થઇને પૂજ્યશ્રીએ પૂ.પં.મ.ની સાથે જે.સુ.૧૦ ના બેડામાં ચાતુર્માસ પ્રવેશ કર્યો. પૂ.પં.મ. એ પૂ. દર્શનવિ.ને મહાયશવિ. સાથે બીજાપુર, પૂ. પ્રીતિવિ., તરુણવિ.ને ઘાણેરાવ, પૂ. કમલ-કલહંસવિ. ને શિવગંજ ચાતુર્માસાર્થે મોકલ્યા હતા. બેડા ચાતુર્માસ પછી શરૂઆતમાં પૂજ્યશ્રીનું સ્વાથ્ય બરાબર ન રહેતાં પૂ.પં.મ.ની સલાહ અનુસાર એક રાત ગામ બહાર ગાળી ફરી શુભ મુહૂર્ત પ્રવેશ કરેલો. અષાઢ સુદ-૧૩, બેડા, આજે જાલોરમાં કાળધર્મ પામેલા ઇતિહાસવેત્તા, શિલ્પાદિના મર્મજ્ઞ વિદ્વર્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી કાળધર્મ પામ્યા તેના સમાચાર મળતાં પૂ.પં.મ. તથા પૂજ્યશ્રી સાથે અમે સૌએ દેવવંદન કર્યા. દેવવંદન પછી પૂ.પં.મ.એ મૃત્યુ ઉપર એવું વક્તવ્ય આપ્યું કે આપણું હૃદય વિરક્ત બની જાય. પૂ. મુનિશ્રી કલ્યાણવિજયજીની અદ્વિતીય વિદ્વત્તાની એમણે આપેલા ઐતિહાસિક સાહિત્યની હૃદયપૂર્વક અનુમોદના કરી. પૂ. કલ્યાણવિ. મ.એ પૂ.પં.મ. દ્વારા સંશોધિત પ્રબોધ ટીકાની અશુદ્ધિઓ પર સમાલોચના કરતો એક લેખ લખેલો હતો, છતાં પૂ.પં.મ.એ એનો કોઇ ડંખ રાખ્યો ન હતો. સાચે જ તેઓ ગુણાનુરાગી, મૈત્રી મંડિત અજાતશત્રુ મહાપુરુષ હતા. અહીં ચાતુર્માસિક પ્રવચનો પૂજયશ્રીએ ભગવતી તથા મહાબલમલયા પર આપેલાં. અમે પણ દરરોજ સાંભળવા જતાં. મહાબલમલયાની કથામાં ખૂબ જ રસ પડતો. પૂજ્યશ્રીની કથા કહેવાની શૈલી કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૫૩
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy