SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ માણસ ત્રણ હતા, પરંતુ તેઓ પણ વારે ઘડીએ રસ્તો ભૂલી જતા હતા. કેટલીક વાર અમને પાછળવાળા ભેગા થઇ જાય માટે બેસાડી રાખવામાં આવતા, એ વનવાસી લોકોની ભાષા પણ કોઇ અલગ જ હતી. ગુજરાતી પણ નહિ અને મારવાડી પણ નહિ. એટલે એમની વાત સમજવામાં તકલીફ પડતી. આમ ડુંગરાઓ ખૂંદતાં ખૂંદતાં અમે કેટલુંય ચાલ્યા, પણ ડુંગરાઓનો અંત જ ન આવે. થાકી પાકીને લોથ-પોથ થઇ ગયા. છેવટે ડુંગરો પૂરા થયા. અમે સૌ નીચે ઉતર્યા. તરસ, ભૂખ, થાક અને ગરમીથી અમે સૌ આકુળ-વ્યાકુળ હતા, પણ પૂજયશ્રી એટલા જ સ્વસ્થ હતા, જેટલા શરૂઆતમાં હતા અથવા હંમેશાં પૂજ્યશ્રી સ્વસ્થ અને પ્રસન્ન જ રહેતા; ચાહે સુખનો પ્રસંગ હોય કે દુઃખનો ! નીચે ઊતરતાં ‘ભૂલા’ નામનું ગામ આવ્યું. ખરેખર અમે રસ્તામાં ‘ભૂલા” પડ્યા, એની યાદ દેવડાવવા જ જાણે આવ્યું ન હોય ! એક ઝૂંપડીમાં અમારામાંથી કોઇકે પાણી વગેરે વાપર્યું, પણ પૂજયશ્રીએ કાંઇ લીધું નહિ. પણ હજુ રોહિડા નહોતું આવ્યું. ઘડિયાળમાં બાર ક્યારનાય વાગી ગયા હતા. અમે સવારથી નિરંતર ચાલતા જ રહ્યા હતા. નહિ નહિ તોય ર૫ કિ.મી. નો તો વિહાર થયો જ હશે ! હવે રોહિડા જતાં રસ્તામાં પાણી વગરની નદી આવી. નદીની ભયંકર રીતે તપતી રેતીમાં ખુલ્લા પગે ચાલતાં અમે ‘ત્રાહિમામ પોકારી ગયા. અમે તો રીતસરના દોડવા જ માંડ્યા. સળગતા અંગારા પર ચાલતા હોઇએ, એવો જ અમને અનુભવ થયો. ત્યાર પછી અત્યાર સુધીમાં આટલી ધગધગતી રેતીનો કદી અનુભવ થયો નથી. પણ પૂજ્યશ્રી તો એવીજ સ્વસ્થતાપૂર્વક ચાલેલા. રોહિડા પહોંચ્યા પછી પણ એ જ શાંતિપૂર્વકની પ્રભુભક્તિ અને એ જ ધીરજપૂર્વકનું એકાસણું ! પૂજ્યશ્રી તથા અમે સૌ નિત્ય એકાસણા જ કરતા. ગમે તેટલા લાંબા વિહારો હોય, ગામમાં ઘર હોય કે ન હોય, પણ સહાય નહિ લેવી - વગેરે ટેક પૂજ્યશ્રી પાસેથી અમને પણ શીખવા મળી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૫૦ ચૈત્ર સુદ-૨, પિંડવાડા, અહીં પૂ.આ.શ્રી વિ. ભુવનભાનુસૂરિજીની નિશ્રામાં ઉપધાન ચાલતા હતા. ઘણા સાધુઓ હતા. ત્યાં પૂ. ભુવનભાનુસૂરિજીનું પ્રવચન સાંભળવા મળ્યું. સૌ સાધુઓએ પૂજયશ્રી (પૂ. કલાપૂર્ણસૂરિજી) પાસેથી આગ્રહપૂર્વક વાચના રખાવી. પૂજયશ્રીએ દસ સામાચારી પર મનનીય વાચના આપી. તે જ દિવસે સાંજે અમે વિહાર કરીને સિવેરા પહોંચ્યા. રસ્તામાં ચામુંડેરી કે એવા કોઇ ગામમાં પૂ.આ.શ્રી હીરસૂરિજી (હેમંતવિજયજી) મળેલા. ચૈત્ર સુદ-૫, રાતા મહાવીર, અહીં પૂ.પં. ભદ્રંકરવિજયજી મળ્યા. વૃક્ષની નીચે ઓટલા પર બેઠેલા પૂજયશ્રીની વાટ જોતા પૂ.પં. ભદ્રંકરવિજયજી આજે પણ યાદ આવે છે અહીં સામુદાયિક નવપદની ઓળી થવાની હતી. તેમાં અનેક આરાધકો પધારવાના હતા, પણ પૂજયશ્રી તો પૂ.પં. ભદ્રંકરવિજયજી પાસેથી કંઇક મેળવવા આવ્યા હતા. ‘મેળવવા આવ્યા હતા’ એમ કહેવા કરતાં પૂ.પં.મ.નું સાંનિધ્ય માણવા આવ્યા હતા, એમ કહેવું વધુ ઠીક ગણાશે. કારણ કે જ્ઞાનીઓનું સાંનિધ્ય પણ કલ્યાણકારી હોય છે. - રોજ ઘણી કલાકો સુધી પૂજ્યશ્રી, પૂ.પં.મ. પાસે બેસતા. રોજ સાંજે અમને સાધુઓને પણ બેસાડતા. પૂ.પં.મ.ની વાણી ઘણી સૂત્રાત્મક રહેતી. એમનામાં વિદ્વત્તા, ગીતાર્થતા, આરાધકતા વગેરેનો સંગમ થયેલો સ્પષ્ટ જણાઇ આવતો. સાધનાથી રસાઇને નીકળતી એમની વાણી ખરેખર ખૂબ જ હૃદયગ્રાહી હતી. સંક્ષેપમાં તેઓશ્રી ઘણું કહી શકતા. પૂ.પં.મ. નવકારના પરમ ઉપાસક હતા. આથી કોઇ પણ વાતને છેલ્લે નવકારમાં ઘટાવતા. એમના જમણા હાથનો અંગૂઠો નિરંતર આંગળીઓ પર ફર્યા કરતો. અંદર જાપ ચાલુ છે, એની એ નિશાની હતી. પૂ.પં.મ.એ પોતાનું સમગ્ર અસ્તિત્વ નવકારમાં ડુબાડી દીધું હતું, એવું લાગ્યા વિના ન રહે. શરૂઆતમાં પૂ.પં. મ. બોલતા ત્યારે પૂજ્યશ્રી લખવા બેસી જતાં. પણ પૂજયશ્રીની લખવાની ઝડપ ઘણી ઓછી. થોડું પણ લખવું હોય તો કચ્છ વાગડના કર્ણધારો + ૧૫૧
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy