SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ખૂબ જ આકર્ષક હતી. પણ પૂજયશ્રી કથા ઓછી કહેતા, બોધ વધુ આપતા, તોય અમે કથાના લોભે છેલ્લે સુધી બેસી રહેતા. અહીં ચારેય મહિના હિંમતભાઇ (બેડાવાળા) વગેરે ઘર ખોલીને રહ્યા હતા. પર્યુષણમાં નાના ભાઇ (મુનિચન્દ્રવિ.)એ જીવનમાં પ્રથમવાર અઠ્ઠાઇ કરેલી ત્યારે પૂ.પં.મ.એ સામેથી બોલાવીને સંતિકરનો જાપ આપ્યો હતો. સામે રહેલા જૂના ઉપાશ્રયમાં સરસ્વતીની જૂની મૂર્તિ પાસે અમારામાંથી કેટલાકોએ (મુનિચન્દ્રવિડ, પૂર્ણચન્દ્રવિ, વગેરે) આયંબિલપૂર્વક સરસ્વતીનો સવા લાખનો જાપ પૂજય પં.મ. પાસેથી (પૂજયશ્રીની આજ્ઞાપૂર્વક) મેળવીને કર્યો. બેડામાં દરરોજ પૂ.પં.મ. ૧૦-૧૫ મિનિટ નવું નવું ચિંતન અમને સૌને આપતા. પૂ. વજસેનવિ. તથા પૂ. જિનસેનવિ. પૂ.પં.મ.ની ખૂબ જ અપ્રમત્તભાવે સેવા કરતા. પૂ. ધુરંધરવિ. નવી નવી વાતો કહેતા. નૂતન સંસ્કૃત શ્લોકો બનાવવાની તેમની શક્તિ મુગ્ધ બનાવી દે તેવી જોવા મળી. - પૂ. જિનસેનવિ.મ. અમને સૌને પ્રેરણા કરીને આયંબિલની ઓળીઓ કરાવતા. ગોચરીમાં વધ્યું-ઘટ્યુ લઇ લેતા, કાંપમાં પણ સહાયતા કરતા. પ્રાયઃ દરરોજ સ્વયં પૂ.પં.મ.નો કાંપ કાઢતા. (વઅક્ષાલન કરતા) એમના જેવા સેવાભાવી બહુ ઓછા જોવા મળ્યા છે. આ વર્ષમાં પૂ. કલ્પતરુવિ.એ અમને આત્મપ્રબોધ તથા ભક્તામર ટીકા વગેરે વંચાવ્યું. પૂ. ગુરુજી શ્રી કલાપ્રભવિ.એ વ્યાકરણના અઢી અધ્યાય કરાવ્યા. પૂજ્યશ્રી (જ્યાં ‘પૂજ્યશ્રી’નો પ્રયોગ આવે ત્યાં પૂ. કલાપૂર્ણસૂરિજી સમજવા) અમને પ્રાકૃત પાર્શ્વનાથ ચરિત્ર વંચાવતા. એક વખત પૂજ્યશ્રીએ ‘ભદેવતા નારી’ આનો અર્થ શું થાય ? એમ પૂછીને અમારી પરીક્ષા લીધેલી. પછી સ્વયં અર્થ બતાવતાં, કહ્યું : ‘પતિ જ છે દેવ જેને એવી નારી.’ પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૫૪ એક વખત પૂજ્યશ્રીએ નિર્દોષ વશીકરણ માટે અદૂભુત શ્લોક આપ્યો : न हीदृशं संवननं, त्रिषु लोकेषु विद्यते । दया मैत्री च भूतेषु, दानं च मधुरा च वाक् ॥ | (દયા, જીવ-મૈત્રી, દાન અને મધુર વાણી - આના જેવું વશીકરણ દુનિયામાં બીજું એ કેય નથી.) હિતશિક્ષા વગેરે તો અવારનવાર ચાલુ જ રહેતા. ક્યારેક અમારાથી ઘડો ફૂટી જાય તો પૂજયશ્રી આયંબિલ કરાવતા. રાત્રે સ્વાધ્યાય કરીએ છીએ કે નહિ ! તેની તકેદારી રાખવા પૂજ્યશ્રી સ્વયં ચક્કર લગાવવા આવતા અને પૂછતા : “મહાત્માઓ ! શું ગોખ્યું ?' અમારા સાથીદાર પૂર્ણચન્દ્રવિ. જવાબ આપતા હતા : થોડુંક દસર્વેકાલિક, થોડુંક જ્ઞાનસાર, થોડુંક પંચસૂત્ર વગેરે. ક્યારેક વાતોમાં ચડી જઇએ તો પૂર્ણચન્દ્રવિ. પહેલેથી આવો ઉપાય બતાવતા : દશવૈકાલિકનું પાંચ ગાથાનું પહેલું અધ્યયન, પહેલું પંચસૂત્ર, બે-ચાર જ્ઞાનસારના અષ્ટકો ગોખી લઇએ તો ઉપર મુજબ જવાબ આપવાથી મૃષાવાદનો દોષ ન લાગે !! શરૂઆતના દિવસોમાં પૂજયશ્રી અમારી પાસેથી નવસ્મરણો, અતિચાર, પખિસૂત્ર વગેરે અનેક વખત સાંભળતા. પૂજ્યશ્રી આચાર્ય-પદારૂઢ હોવા છતાં પૂ.પં.મ.ને વંદન કરતા. ગુરુની જેમ એમની ઇચ્છા તથા આજ્ઞાને શિરોધાર્ય કરતા. પૂ.પં.મ. મૈત્રીભાવે, પરોપકાર, કરુણા વગેરે પર ઘણું સમજાવતા. વર્તમાન જૈન સંઘમાં તિથિ વગેરે કે બીજા કોઇ મુદ્દે સંઘર્ષ જોઇ તેઓ ખૂબ જ ચિતા સેવતા અને કહેતા : “વર્તમાન શ્રીસંઘમાં મૈત્રીભાવની ઘણી ખામી છે. આ ખામી નહિ પુરાય ત્યાં સુધી કશું વળવાનું નથી.” પૂ.પં.મ. તરફથી વારંવાર અપાયેલી આ હિતશિક્ષાના પરિણામે જ પૂજ્યશ્રીએ આગળ જઇને (દસેક વર્ષ પછી) સંઘમાં મૈત્રીનાં મંડાણ થાય, તે માટેના યોગ્ય પ્રયત્નો કરેલા. એ પ્રયત્નોમાં પૂજયશ્રીને સારું એવું સહન પણ કરવું પડેલું. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૫૫
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy