SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ફા. સુદ-૪-પ-૬, અમદાવાદ (જહાંપનાહની પોળ), અહીં વાગડ સમુદાયનાં સા. કલ્યાણશ્રીજીના ૧૦૮ ઓળીની પૂર્ણાહુતિ નિમિત્તે થયેલા જિનભક્તિ મહોત્સવમાં આવવાનું થયું હતું. ફા.સુદ-૧૫, બહિઅલ (સાબરકાંઠા), અહીંથી ફા.વદ-૧ ના ઇડરનો છ'રી પાલક સંઘ નીકળ્યો હતો. સાત દિવસના સંઘના સંઘપતિ શિવાજીભાઇ (બહિઅલ નિવાસી) હતા. “સંઘ ન કઢાવું ત્યાં સુધી દાઢી કઢાવવી નહિ” આવી પ્રતિજ્ઞાના કારણે તેઓ લાંબી દાઢીવાળા બાવાજી, જેવા લાગતા હતા. ફા.વદ-૭ ના ઇડરમાં તીર્થમાળ પછી તેઓ દાઢીની હજામત કરીને આવ્યા ત્યારે ઓળખી શકાતા ન હતા. તીર્થમાળના દિવસે જ સાંજે તેઓ સ્વસ્થાને જતા રહ્યા. જ્યાં તીર્થમાળ થાય ત્યાં રાતવાસો ન થાય - એવી તેમની માન્યતા હતી. દહેગામ, પ્રાંતિજ, હિંમતનગર થઈને સંઘ ઇડર પહોંચ્યો હતો. રસ્તામાં આંબા-આંબલીનાં પુષ્કળ ઝાડો જોઇને પેલી પંક્તિ યાદ આવી જતી : “ઇડર આંબા-આંબલી” હિંમતનગરમાં પૂ. મુનિ શ્રી કલાપ્રભવિજયજીનું પ્રવચન સાંભળીને પ્રભાવિત થયેલા શ્રીસંઘે ચોમાસાની ખૂબ જ આગ્રહપૂર્વક વિનંતી કરી હતી. ઇડર, ફા.વદ પ્ર. , દ્ધિ.૭, અહીં પાંચ દેરાસરો જુહાર્યા. અહીં પૂજય પદ્મવિજયજી બીજે દિવસે અમે સૌ પર્વત પર રહેલા જિનાલયોનાં દર્શનાર્થે ગયા. ત્યાંની ગુફાઓ પૂજયશ્રીને ધ્યાન માટે ખૂબ જ ગમી ગઇ. ત્યાં ચંદનનાં વૃક્ષો પણ જોયાં, (પૂ. લબ્ધિસૂરિજીના) મળેલા. (વિ.સં. ૧૬ ૮૧, વૈ.સુ.૬ ના ઇડરમાં પૂ. દેવસૂરિજીએ પૂ. સિંહસૂરિજીને આચાર્ય પદવી આપી ત્યારે ત્યાંના રાજા કલ્યાણમલ્લજીએ શ્રીસંઘને રણમલ્લ ચોકી નામની પર્વતની જગ્યા જિનાલય બનાવવા ભેટ આપી હતી. તપાગચ્છપટ્ટાવલીમાં આવો ઉલ્લેખ મળે છે.) ઇડરથી પૂજયશ્રી રાજસ્થાનમાં પૂ.પં. ભદ્રંકરવિજયજી મ.ને મળવા જવા ચાહતા હતા. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૪૮ આ બાજુ નવસારી આદિનાથવાળા પૂજયશ્રીને પ્રતિષ્ઠા માટે ૩૪ વર્ષથી નિરંતર વિનંતી કરતા હતા, પણ પૂજયશ્રીને પૂ.પં. ભદ્રંકરવિ. મ.નું ખૂબ જ આકર્ષણ હતું. આથી રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું. ત્યાં ગયા પછી પૂ.પં.મ.ના કહેવાથી નવસારીવાળાને ચોખ્ખી ના પાડી દીધી. આખરે એ લોકોએ પૂ. સુબોધસાગરસૂરિજી મ.ની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવી. - ઇડરથી પોશીના તીર્થ થઇને રાજસ્થાન જવાનું હતું. પણ વચ્ચે ડુંગરોનો (આદિવાસીઓના વિસ્તારવાળો) વિકટ રસ્તો આવે. રસ્તામાં ઊતરવાની પણ ખૂબ જ તકલીફ. પૂજ્યશ્રી સાથે જોગ વગેરેના કારણે લગભગ ૧૦ સાધુઓ તથા ૩૦-૩૫ જેટલાં સાધ્વીજીઓ હતાં. પોશીનાથી બપોરે ૧૨-૧૩ કિ.મી.નો વિહાર કરી સાંજે મામાપીપળા નામના ગામે પૂજયશ્રી પધાર્યા, પણ અહીં ક્યાં ગામ હતું ? મામાય નહિ ને પીપળાય નહિ ! ગામના નામે માત્ર ૧-૨ ઝૂંપડા દેખાયા. આજુબાજુ જયાં નજર કરો ત્યાં ડુંગરો, જંગલી વનસ્પતિ અને કોઇક વનવાસી ભિલ્લ લોકો ! અહીં ઊતરવા માટે એક જ પાકું મકાન ! એ પણ સાવ નાનું ! અમે દસ સાધુઓ અને ૩૦-૩૫ જેટલાં સાધ્વીજીઓ ! હવે જવું ક્યાં ? આખરે પૂજ્યશ્રીએ સુરક્ષા માટે સાધ્વીજીઓને અંદર રૂમમાં ઊતરાવ્યા અને બધા સાધુઓને બહાર પરસાળમાં ઊતરાવ્યા. એ આખી રાત પૂજયશ્રી ઘણું કરીને જાગતા રહ્યા. હવે બીજે દિવસે અમારે ઠેઠ રાજસ્થાનમાં રોહિડા ગામમાં જવાનું હતું. સૂર્યોદયથી થોડાક વહેલા અમે સૌ નીકળ્યા. પૂજ્યશ્રીનો વિહાર ઘણું કરીને સૂર્યોદય પછી જ થતો. ગમે તેટલો લાંબો વિહાર હોય, પણ પૂજ્યશ્રી કદી ઉતાવળ કરતા નહિ. કેટલીક વખત તો અમે ભેટ બાંધીને બેસી રહીએ; પૂજયશ્રી તૈયાર થાય તેની વાટ જોતા. પૂજયશ્રીને વંદન કરીને માંગલિક સાંભળીને અમે સૌ સાથે નીકળતા. આજે ડુંગરાળ રસ્તો હતો, ભૂલા પડવાની પૂરી શક્યતા હતી એટલે પૂજ્યશ્રીએ સૌને સાથે રહેવાની સૂચના કરી હતી. રસ્તો બતાવનાર કચ્છ વાગડના કર્ણધારો + ૧૪૯
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy