SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ અમને વિચાર આવ્યો : આ તો પરિચયમાં આવ્યા એની આપણને ખબર પડે. બાકી અમને નહિ મળેલા એવા કેટલાય લોકો હશે, જેમનો જીવન-પલટો એમના પ્રવચનથી થયો હશે ! કલાક પછી રાત્રે ફરી વાર ઉપાશ્રય પાસે આવ્યા. ત્યારે પણ એ મહાત્મા એ જ રીતે કાઉસ્સગ્નમાં હતા. મારું બહુમાન અત્યંત વધી ગયું. મનમાં થયું : આવા મહાત્માનું પ્રવચન મારે સાંભળવું જોઇએ. હું બીજે દિવસે આદરપૂર્વક પ્રવચનમાં ગયો. એમનો મીઠો અવાજ ખૂબ જ ગમી ગયો. સરળતા સ્પર્શી ગઇ. પહેલાં જ વ્યાખ્યાનમાં રાત્રિભોજનની વાત હતી. બસ, એ એક જ વ્યાખ્યાનથી મેં જીવનભર રાત્રિભોજનનો ત્યાગ કરી દીધો. આજ સુધી એ ટેક ચાલુ છે. પછીના પ્રવચનોમાં પરિમિત જળથી સ્નાન, અભક્ષ્ય પદાર્થો – વગેરે અંગે વાત આવી. એ પણ હું અપનાવતો ગયો. આજે પણ હું બે લોટાથી સ્નાન કરું છું ને તે પાણી બહાર પરઠવી દઉં છું. મારા પર પૂ.પં.શ્રી દીપવિજયજી મ.નો ઉપકાર છે. એમને યાદ કરું છું ને મારા રોમ ખડા થઇ જાય છે. (૩) એકવખત અમે (મુક્તિચન્દ્રવિ.) પૂજ્યશ્રીને પૂછ્યું: “સાહેબજી ! પૂજ્ય પં. કલાપૂર્ણવિજયજી મ. પછી કોણ છે ? ઉત્તરાધિકારી કોણ?” ‘ભાઇ મહારાજ છે ને !' ત્યારે પૂ. કલાપ્રભ વિજયજીને લગભગ બધા જ ‘ભાઇ મહારાજ તરીકે ઓળખતા હતા. ખરેખર પૂજયશ્રીની વાત સાચી પડી. પૂ. કલાપૂર્ણસૂરિજી મ.ના ઉત્તરાધિકારી તરીકે અત્યારે ‘ભાઇ મહારાજ' (પૂ. કલાપ્રભસૂરિજી મ.) જ શોભી રહ્યા છે. પૂજયશ્રીની વચન-સિદ્ધિનો આ પુરાવો ગણાય. (૨) મુંબઇમાં એક વખત વિનિયોગ પરિવારવાળા શ્રીયુત અરવિંદ પારેખ મળ્યા. શાસન માટેની જબરદસ્ત ખુમારી. જીવદયા વગેરે અંગે ખૂબ જ કામ કરે. એક વખત વાત નીકળતાં કહે : મારા પહેલા ઉપકારી પૂ.પં.શ્રી દીપવિજયજી.’ એ કઇ રીતે ? તમે તો મુંબઇમાં રહો છો.’ ‘વાત સાચી. હું રાધનપુરનો, પણ રહું છું. મુંબઇમાં. પણ જયારે ઇ.સ. ૧૯૪૫માં ગોદીનો ધડાકો થયેલો ત્યારે અમે સૌ મુંબઈ છોડી રાધનપુર આવી ગયેલા. ત્યારે હું બાર વર્ષનો હતો. રાધનપુરમાં ત્યારે પૂ.પં શ્રી દીપવિજયજી મ.નાં વ્યાખ્યાન ચાલતા હતા. જીવનમાં પહેલી જ વખત પૂજયશ્રીનું જ મને વ્યાખ્યાન સાંભળવા મળ્યું. હૃદય-સોંસરું ઊતરી જાય, એવું એ વ્યાખ્યાન હતું. રાત્રિભોજન વિષે તેઓશ્રી બહુ કહેતા. ત્યારથી મેં રાત્રિભોજન, અભક્ષ્ય વગેરે છોડ્યું તે છોડ્યું. આ રીતે મારો એમના પ્રવચન થકી ધર્મમાં પ્રવેશ થયો. પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૯૪ (૪) પૂજયશ્રી વર્ધમાન તપના, આયંબિલ તપના ખૂબ જ પ્રેમી. શાશ્વતી ઓળીના નવેય દિવસોમાં એમને આયંબિલ જ હોય. જીવનભર આ ક્રમ પૂજ્યશ્રીએ જાળવી રાખેલો. જીવનની છેલ્લી ચૈત્રી ઓળી વખતે અત્યંત નાદુરસ્ત તબિયતમાં , બધાની ના હોવા છતાં પણ ત્રણ આયંબિલ તો કર્યા જ કર્યા. વિ.સં. ૨૦૨૪માં રાજસ્થાન-ફલોદી ચાતુર્માસમાં વર્ધમાન તપની ૮૮મી ઓળી શરૂ કરી. થોડા આયંબિલ થયા ને પેટમાં રહેલી ગાંઠની સખત પીડા શરૂ થઇ. કેટલીયે દવાઓ કરી, પણ દર્દો મટવાનું નામ ન લીધું. આખરે, બધી દવાઓને તિલાંજલિ આપી પૂજ્યશ્રીએ અદ્વૈમનું પચ્ચક્ખાણ લઇ લીધું. પૂજ્યશ્રીને તપ પર ખૂબ જ શ્રદ્ધા ! ખૂબ જ પ્રેમ ! ખરેખર એ શ્રદ્ધાએ ચમત્કાર સર્યો. ત્રીજા ઉપવાસે ગાંઠ દેખાતી બંધ થઇ ગઇ અને પીડા પણ શમી ગઇ. તપનો આ પ્રેમ આ રીતે જીવનદ્વારા પ્રગટ થતો ઘણી વાર જોવા મળતો. આથી જ એમના પ્રવચનમાં થતી તપની પ્રેરણા અત્યંત કચ્છ વાગડના કર્ણધારો + ૫
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy