SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરક પ્રસંગો હતા ને પૂ. કુમુદચન્દ્રવિ. કોઇ દવા કે પાટા વગેરે કાંઇક લેવા ગયેલા હતા. ત્યારે મેં અચાનક જ ખૂબ જ ધ્રુજારી અનુભવી. પૂજયશ્રીનું શરીર એકદમ ધ્રુજી રહ્યું હતું. અમે પરિસ્થિતિની ગંભીરતા તરત જ સમજી ગયા. પૂજયશ્રીને પુનઃ પાટ પર રાખ્યા. પૂ. નૂતન આચાર્યશ્રી આદિ સમસ્ત મુનિઓ આવી ગયા ને નવકાર મંત્રની ધૂન સૌએ શરૂ કરી. થોડી જ ક્ષણોમાં પૂજ્યશ્રીનો પાવને આત્મા પરલોકના પુનિત પંથે પ્રયાણ કરી ગયો. પૂજ્યશ્રીનો દિવ્યાત્મા પૃથ્વી પર એક દિવ્ય સૌરભ છોડતો ગયો. ભક્તિયોગની પરાકાષ્ઠા એટલે મૂર્તિમાં તો ભગવાન દેખાય જુ પણ આગળ વધીને સમગ્ર જીવમાં પણ ભગવાન દેખાય. - કહે કલાપૂર્ણસૂરિ મદ્રાસમાં (વિ.સં. ૨૦૪૯) અમે મજા કમાં કેટલાક મુનિઓને પૂછયું : “હોટલમાં જમવા ગયેલ ત્રણ જણે ૧૦-૧૦ રૂ. ની ત્રણ નોટો કાઢીને ૩૦ રૂા. વેઈટરને આપ્યા. વેઈટરે મેનેજરને એ ૩૦ રૂા. આપ્યા ત્યારે તેણે પાંચ રૂા. પાછા આવ્યા. બે રૂા. વેઈટરે ખીસામાં નાખી ત્રણ રૂા. ત્રણેયને પાછા આપ્યા. એટલે કે ૯*૩=૨૭. બે રૂા. વેઈટરે લીધા તે ઉમેરતાં ૨૯ રૂા. થયા. તો એક રૂપિયો ક્યાં ગયો ?” એ મુનિઓ ત્રણ દિવસ સુધી શોધતા રહ્યા, પણ એક રૂપિયાનો હિસાબ ન મળ્યો. ચોથા દિવસે પૂજ્યશ્રીને (પૂ. કલાપૂર્ણસૂરિજી) અમે આ પૂછ્યું ત્યારે તે જ ક્ષણે જવાબ આપતાં કહ્યું : આમાં સીધું જ છે. પૂછવા જેવું છે જ શું ? જમાના ખાતામાં ઉધાર નાખો તે થોડું ચાલે ? ex૩=૨૭. આ ર૭માં જ બે રૂપિયા વેઈટરના આવી ગયા. હવે ફરી બે રૂપિયા ઉમેરો તે થોડું ચાલે ? «૩=૨૭ અને ત્રણ રૂપિયા પાછા મળી ગયા. એકેય રૂપિયો આઘો-પાછો થયો નથી. પૂજ્યશ્રીની નિર્મળ અને તીક્ષ્ણ બુદ્ધિથી તરત જ મળેલો આ જવાબ સાંભળી અમારા બધાનાં મસ્તક ઝૂકી ગયાં... - મુકિત / મુનિ (૧) બારામતીવાળા રામજી મોતા. બારામતીમાં બહુ મોટું નામ. બહુ મોટા શેઠ. ‘મોતા કલેકશન’ બારામતીમાં પ્રસિદ્ધ છે. રામજીભાઇની ન્યાય-નીતિમત્તાની પ્રશંસા અન્ય લોકો પણ કરે એવી. સજજનતાના ગુણો સાથે ધાર્મિક ચુસ્તતા પણ એટલી જ. રોજ પરિમિત પાણીથી જ સ્નાન કરવું. રાત્રિભોજનનો સંપૂર્ણ ત્યાગ. પૂજા, પ્રતિક્રમણ નિયમિત કરવા. પર્યુષણમાં કલ્પસૂત્ર મહાત્માના મુખે જ સાંભળવાનો નિયમ. એક વખત સાયન (મુંબઇ) ચાતુર્માસમાં (વિ.સં. ૨૦૫૯) અમારી પાસે આવેલા. એક વખત અમે પૂછ્યું : “આટલી ધર્મ-ચુસ્તતા તમારા જીવનમાં ક્યાંથી આવી ?' ‘પૂ.પં. દીપવિજયજી (પૂ. દેવેન્દ્રસૂરિજી મ.)ના કારણે. એ મારા જીવનના પહેલા ધર્મ-ગુરુ.” ‘પણ તેઓ તો ક્યારેય બારામતી આવ્યા નથી તો કેવી રીતે ગુરુ ?' સાહેબજી ! હું મૂળ કચ્છ-ભુજપુરનો. વિ.સં. ૨૦૦૮ કે ૨૦૦૯માં પૂ.પં.શ્રી દીપવિજયજી મ. ભુજપુર પધારેલા. ત્યારે એમના વ્યાખ્યાન રોજ ચાલુ હતા, પણ અમે ૧૬-૧૭ વર્ષના જુવાનીયા. અમને ધર્મમાં શું રસ હોય ? ત્યારે અમે ગામમાં રાત્રે ચોકી-પહેરો કરતા. શિયાળાનો સમય હતો. રાત્રે અમે ગામમાં ફરતા-ફરતા ઉપાશ્રય પાસે પહોંચ્યા. ૧૨.૦૦ વાગ્યાનો સમય હશે. અમારા હાથમાં ટોર્ચ હતી. ઉપાશ્રયની બારી ખુલ્લી હતી. અમે તેમાં ટોર્ચના પ્રકાશથી જોયું કે કોઇ મહાત્મા ઊભા-ઊભા કાઉસ્સગ્ન કરી રહેલા છે. ગરદન ઝુકેલી હતી. અમને એ મહાત્મા તરફ અત્યંત આદર થયો. અહો ! કેવા આ મહાત્મા છે ! આખું જગત જ્યારે નિદ્રાદેવીના ખોળે છે, ત્યારે આ યોગીશ્વર જાગે છે, સાધનામાં ડૂબેલા છે.’ મનોમન અપાર બહુમાન-ભાવ પેદા થયો. પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૯૨ કચ્છ વાગડના કર્ણધારો ૧ ૯૩
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy