SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અસરકારક બનતી. એમના વ્યાખ્યાનોમાં ખાસ કરીને વર્ધમાન તપ, નવપદ તપ, અઠ્ઠમ તપ વગેરે માટે વિશેષ પ્રેરણા રહેતી. વિશલ્યા સતી આદિની કથાઓ દ્વારા લોકહૃદયમાં તપ પ્રત્યે પ્રેમ પ્રગટાવતા. પારણાના પ્રસંગે પણ ઇચ્છાનો નિરોધ થાય, તે સાચું તપ છે, એમ ખાસ સમજાવતા. જીવનમાં તપ આ રીતે સિદ્ધ કરેલો હોવાથી જ એમની પાસેથી પચ્ચક્ખાણ લઇને ભાવિકો નિર્વિને વર્ધમાન તપની ઓળી કે માસક્ષમણ આદિની તપશ્ચર્યા કરી શકતા. (૫) વિ.સં. ૨૦૧૬ માં પૂજયશ્રીનું નવસારીમાં ચાતુર્માસ હતું. એક આંખે મોતીયાનું ઓપરેશન થઇ ગયું હતું. ડૉકટરની ના હોવા છતાં ત્યારે પણ ચૌદસનો ઉપવાસ ન જ છોડ્યો. મોતીયો પાક્યા પછી બીજી આંખે પણ સફળતાપૂર્વક ઓપરેશન થયું. એક વખત રાત્રે માગું કરવા જાતે જ પૂજ્યશ્રી ઊઠ્યા. પૂજયશ્રીનો એક સ્વભાવ હતો : બને ત્યાં સુધી બીજાને તકલીફ ન આપવી. આથી જ મુનિઓ બાજુમાં જ સૂતેલા હોવા છતાં જગાડ્યા નહિ, માગુનું કામ પતાવ્યા પછી પાટ પર બેસવાની તૈયારી કરી રહેલા હતા, ત્યાં જ પગ લડથડી જવાથી પૂજયશ્રી પાટ પરથી પડી ગયા. અવાજ થવાથી બધા મુનિઓ જાગી ગયા. જોયું તો પૂજ્યશ્રી પડી ગયા હતા. ડાબા પગ પર શરીરનું સઘળું વજન આવી જતાં સખત ચોટ લાગી હતી. મુનિઓએ પાટ પર સૂવડાવી પગે બામ વગેરેથી માલીશ કરી. પૂજયશ્રીને ભયંકર પીડા થઇ રહેલી હતી, પણ એક ‘ઊંહકારો પણ કર્યો વિના શાંતિપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરતા રહ્યા. સવારે જોયું તો સાથળની ઉપરના સાંધાના ભાગમાં ઘણો સોજો હતો. પૂજયશ્રી પોતાની મેળે પગ ઊંચો-નીચો કરી શકતા નહોતા. ડૉકટરોએ તપાસ કરતાં ખબર પડી કે સાથળના સાંધાનું હાડકું તૂટી ગયું છે, ફ્રેકચર થયેલું છે. પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૯૬ પ્રસિદ્ધ હાડવૈદની દેખરેખ નીચે પાટો બાંધવામાં આવ્યો. બીજા પણ મલમ વગેરેના દેશી ઉપચારો કરવામાં આવ્યા. ત્રણ મહિના સુધી એક જ સ્થિતિમાં રહેવાનું હતું. છતાં પૂજયશ્રી જરા પણ ફરિયાદ કર્યા વિના એ જ સ્થિતિમાં રહ્યા. સ્વાધ્યાય, જાપ વગેરે એટલી જ તલ્લીનતાપૂર્વક ચાલુ રહ્યું. પૂજ્યશ્રીની અપૂર્વ સહનશીલતા અને અપૂર્વ સ્વાધ્યાયલીનતા જોઇ સમગ્ર નવસારી સંઘ હૃદયપૂર્વક ઝૂકી પડ્યો. હાડવૈદે કહ્યું હતું કે ૮૦ ટકા ફાયદો થશે. વૃદ્ધાવસ્થામાં આટલો ફાયદો બહુ કહેવાય, તેમ સૌએ આશ્વાસન લીધેલું. અઢી મહિના પછી પાટો છોડવામાં આવ્યો. ધીરે-ધીરે લાકડીના ટેકે પૂજયશ્રીને ચલાવવાની પ્રેકટીસ કરાવવામાં આવી, પણ એમાં ખાસ સફળતા ન મળી. કારણ કે ફ્રેકચરવાળો પગ એકથી દોઢ ઇંચ જેટલો ટૂંકો થઇ ગયો હતો. આમ, પૂજયશ્રીનું કાયમ માટે ચાલવાનું બંધ થયું ને હંમેશ માટે સંથારામાં રહેવું પડ્યું. આવા પ્રસંગે હાયવોય કરવાને બદલે પૂજયશ્રીએ એનો ફાયદો ઊઠાવ્યો; વધુને વધુ સ્વાધ્યાય કરીને. “પહેલાં તો અનેકાનેક પ્રવૃત્તિઓ રહેતી, ક્યાંક જવું પડતું. હવે તો ક્યાંય જવાનું જ નહિ, બસ, આખો દિવસ સ્વાધ્યાય જ સ્વાધ્યાય ! કોઇ અંતરાય પાડનારું જ નહિ, આવો સુંદર મોકો ક્યાં મળે ?” એમ માની પૂજ્યશ્રી રોજ ત્રણથી ચાર હજારનો સ્વાધ્યાય એકાગ્રતાપૂર્વક કરતા. કંઠસ્થ કરેલું બધું જ પૂજ્યશ્રીને પુનરાવર્તનના કારણે યાદ હતું. આવી સ્થિતિમાં સતત રહેવાના કારણે બેસવાના સ્થાને પાઠા પડી ગયા હતા. ડેસ્સીંગ કરતી વખતે ખ્યાલ આવતો હતો કે આ પાઠા (ગુમડા) કેટલા ભયંકર છે. પણ પૂજ્યશ્રીએ જીવનમાં કદી આના વિષે ફરિયાદ કરી નથી. પીડાને ભૂલીને પોતાનું મને સંપૂર્ણ રીતે સ્વાધ્યાયમાં મગ્ન બનાવી દીધું હતું. સાચે જ, પીડાથી પર રહેવાની પૂજયશ્રીની અપૂર્વ કળા હતી ! કરછ વાગડના કર્ણધારો + ૯૭
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy