SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પણ યાદ આવતા નહિ અને પદ્મ વખતે મોટી શાંતિ પણ ભુલાઇ જતી. આથી આ બંને બીજા બોલી આપતા. પૂજ્યશ્રી જાતે બેઠા પણ થઇ શકતા નહિ. મદદથી માંડ માંડ ચાલી શકતા. સમગ્ર મદ્રાસમાં ચિંતાની લાગણી ફેલાઇ ગઇ, પણ પૂજ્યશ્રીનું આયુષ્ય પ્રબળ હતું. આથી જ એક અનુભવી ડૉકટરની નજર પડતાં જ યોગ્ય નિદાન પકડાઇ ગયું. તેણે જોતાં જ કહી દીધું : ‘લિવરમાં પાણી ભરાઇ ગયું છે. જો હમણાં જ ટ્રીટમેન્ટ કરવામાં નહિ આવે તો કદાચ લિવર ફાટી પણ જાય. લિવર ફાટી જશે તો કોઇ ઉપચાર કામ નહિ લાગે.” તપાસ કરાવતાં એ ડૉકટરની વાત ખરી નીકળી. તાત્કાલિક પૂજ્યશ્રીને એપોલો હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. ઇન્જેકશનની મદદથી લગભગ રસી કાઢી લેવામાં આવી. ડૉકટરોએ કહ્યું : જો ૧૨ દિવસ મોડું થયું હોત તો લિવર ફાટી જાત ! ત્યાર પછી થોડા દિવસોમાં પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય પૂર્વવત્ થઇ ગયું. ત્યાર પછી ડૉકટરની સલાહ મુજબ પૂજ્યશ્રી દર છ મહિને એક ગોળી લેતા. વાપરતાં પહેલાં હાથ સાબુથી ધોતા. જો તેમ કરવામાં ન આવે તો ફરીથી આ દર્દ થઇ શકે, એમ ડૉકટરોનું કહેવું હતું. પણ ત્યારથી પૂજ્યશ્રીને એક ફાયદો થયો. શરદી હંમેશ માટે બંધ થઇ ગઇ ! આના પહેલાં પૂજ્યશ્રીને લગભગ કાયમ શરદી રહેતી. પણ છેલ્લે શરદી આવી ત્યારે એવી આવી કે જીવ લઇને જ ગઇ ! કેટલાક અનુભવીઓ કહે છે કે શરદીને કદી દવાથી દબાવવી ન જોઇએ.દબાવાયેલી શરદી અંદર બીજા રોગો ઉત્પન્ન કરે છે. સંભવ છે : ઘણા વર્ષોથી દબાયેલી શરદીએ વિફરી જઇને જોરદાર હુમલો કર્યો હોય ! પૂજ્યશ્રીને વિ.સં. ૨૦૧૬માં જે ટી.બી. થયેલો એના સૂક્ષ્મઅંશો કદાચ જીવનભર રહી ગયેલા. કારણ કે મૃત્યુથી ૧૫ દિવસ પહેલા નાકોડા કે જાલોરમાં તપાસ કરાવેલી ત્યારે ફેફસાંમાં ટી.બી.નાં અંશો દેખાયા હતા. મદ્રાસની આ બિમારી દરમ્યાન પૂજ્યશ્રીની ભક્તિધારા ખંડિત થઇ ગઇ હતી. પછીથી પાલીતાણા વગેરેમાં પૂજ્યશ્રી આ માંદગીને ઘણી વખત પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૩૬ યાદ કરતા ને કહેતા : તે વખતે તૂટી ગયેલી ભક્તિધરાને પૂર્વવત્ કરતાં છ મહિના જેટલો સમય લાગેલો. આ માંદગીથી જીવનનો અંત નજીકમાં જોતા પૂજ્યશ્રી અત્યંત સાવધાન થઇ ગયેલા. ત્યાર પછીના આઠ વર્ષોમાં પૂજ્યશ્રીએ જરૂરી કાર્યો તાત્કાલિક કરવા માંડેલા. દા.ત. પદવી પ્રદાન, રાજનાંદગાંવ, વાંકી, પાલીતાણા, સ્વ જન્મભૂમિ ફલોદી વગેરે મહત્ત્વપૂર્ણ સ્થળે ચાતુર્માસો, પાલીતાણા ચાતુર્માસમાં સમગ્ર સમુદાયને સાથે રાખવો, વાંકીમાં ઉત્તરાધિકારીને આચાર્ય પદથી વિભૂષિત કરવા ઇત્યાદિ, ‘હું મારી જીવનલીલા સંકેલી રહ્યો છું’ એની નિશાની હતી. વાચના વગેરેમાં આવા ઉદ્ગારો (જુઓ, કહે કલાપૂર્ણસૂરિ) સ્પષ્ટ જોઇ શકાય છે. છેલ્લા બે વર્ષની વાચનાઓ સાધનાના પરિપાકરૂપે નીકળેલી અત્યંત સારભૂત હતી, એવું જણાયા વિના રહેતું નથી. વિ.સં. ૨૦૫૧, ઇ.સ. ૧૯૯૪-૯૫, કેસરવાડીમાં ઉપધાન થયા. અહીં માળારોપણ વખતે સાત લાખની બોલી બોલી એક ભાઇએ પૂજ્યશ્રીને કામળી વહોરાવેલી. પોષ સુદ-૬, ૨૦-૦૧-૧૯૯૫, મદ્રાસ, નેહરુ બજારના નવનિર્મિત જિનાલયમાં શ્રી મુનિસુવ્રત સ્વામી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઇ. ચૈત્ર વદ-૧૦, ૨૪-૦૪-૧૯૯૫, મદ્રાસ, કેલમ્બાકમ્ નૂતન જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઇ. ચાતુર્માસ બેંગ્લોર નક્કી થયું હોવાથી પૂજ્યશ્રીએ તે તરફ વિહાર કર્યો. રસ્તામાં વેલ્લુરમાં ઉપાશ્રયનું ઉદ્ઘાટન, આમ્બુરમાં સિદ્ધચક્રપૂજન સહિત જિનભક્તિ મહોત્સવ વગેરે દરેક સ્થળે અપૂર્વ શાસન પ્રભાવના કરતા પૂજ્યશ્રી જેઠ સુદ-૨ ના તિરુપાન્નુર પધાર્યા. અમે બેંગ્લોર ચાતુર્માસ કરી મૈસુર, ઉટી, કોઇમ્બતુર થઇને વૈ.વ.૧૨ ના અહીં તિરુપાન્નુર આવી ગયા હતા. અહીં મૂળનાયક શ્રીપાર્શ્વનાથજી આદિ જિનબિંબોની જેઠ સુદ-૮ ના અંજનશલાકા થઇ તથા જેઠ સુદ-૧૨ ના પ્રતિષ્ઠા થઇ. ૨૦ ઘરના આ ગામમાં અપૂર્વ ઉલ્લાસ હતો. આ પ્રતિષ્ઠા મહોત્સવ બેંગ્લોરના સુરેન્દ્ર કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૩૭
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy