SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુજી, મનોજ હરણ તથા સંગીતકાર અશોક ગેમાવતના કારણે ખૂબ જ રળીયામણો બન્યો હતો. તિરુપાસુરમાં અમે મદનચંદજી બાંઠિયાના ઘરે ઊતર્યા હતા. તેની વયોવૃદ્ધ માતાને સવારે દૂધ તથા દહીં બંનેનું સેવન કરવાથી ગેસ ટ્રબલ થતાં છાતીમાં ભયંકર દુ:ખાવો શરૂ થયો. પૂજ્યશ્રી આદિએ તેમને સમાધિદાયક સ્તોત્રોનું શ્રવણ કરાવ્યું કે તેઓ સ્વર્ગવાસી બન્યાં. કોઇને સમાધિ આપવાનો પ્રસંગ પૂજ્યશ્રી કદી પણ ચૂકતા નહિ. “બીજાને સમાધિ આપીશું તો જ આપણને સમાધિ મળશે.’’ એમ પૂજયશ્રીનું વ્યાખ્યાન આદિમાંનું કથન આ રીતે જીવનમાં પ્રત્યક્ષ દેખાતું. છ'રી પાલક સંઘ, જેઠ સુદ-૧૪ થી જેઠ વદ-૧૦, ૧૧ દિવસનો તિરુપાનુરથી જયનગર (બેંગલોર)નો સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યો હતો. સંઘપતિ શ્રી જયંતીલાલભાઇ કોઠારી હતા. જેઠ સુદ-૧૪, કાંડિલી, અહીં અમે સ્કૂલમાં ઊતર્યા હતા. અહીં બાળકોને નાસ્તામાં ઈંડાં અપાતાં હતાં તે એક દિવસ માટે બંધ કરાવ્યાં. જેઠ વદ-૩, કુરબરપલ્લીમાં પણ આ જ રીતે સ્કૂલમાં ઈંડા એક દિવસ માટે બંધ કરાવ્યાં. - જેઠ વદ-૬, હોસુર, અહીં આપસી મતભેદના કારણે જિનાલયનું નિર્માણ શક્ય બનતું નહોતું. પૂજ્યશ્રીએ થોડા જ પ્રયત્નથી મતભેદ દૂર કરાવ્યા અને જિનાલય નિર્માણ નક્કી કરાવ્યું. જેઠ વદ-૭, માઇક્રોલેબ, અહીં સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા હતો. સર્વત્ર અલગ અલગ ફેકટરીઓ હતી. અમે ઊતર્યા તે દવાની ફેકટરી હતી. અહીં દવા કેવી રીતે બને છે? તેનું અમે નિરીક્ષણ કરવા ગયેલા. (પૂજયશ્રી નહિ) ઇજેકશનની દવા માટે કરવો પડતો બેકટેરિયાનો નાશ, તેના પ્રયોગો માટે સસલાઓ પર ગુજારાતો ત્રાસ વગેરે જોઇને એમ જ થાય કે માંદા પડવું એ જ ગુનો છે. જેઠ વદ-૮, બોમસન્દ્રા, અહીં બોઘરા મલવરી સિલ્ક ફેકટરીમાં અમે ઊતર્યા હતા. અહીં ૩૫ રૂા.ના ચાંદીના સિક્કાની પ્રભાવના થઇ હતી. જેઠ વદ-૯ ના પણ ૩૫ રૂા.ના ચાંદીના સિક્કાની પ્રભાવના થયેલી. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૩૮ જેઠ વદ-૧૦ ના જયનગરમાં તીર્થમાળપૂર્વક સંઘની સમાપ્તિ થઇ. પછી શ્રીનગર, બસવનગુડી, ચામરાજપેટ, ગાંધીનગર,કલ્પતરુ, માધવનગર, રાજાજીનગર, દાદાવાડી આદિ બેંગ્લોરના ઉપનગરોમાં પૂજયશ્રીએ વિચરણ કર્યું. સર્વત્ર કામળી–ગુરુપૂજનના મોટા ચડાવાઓ, સંઘપૂજનો વગેરે કાર્યક્રમો રહ્યા. બેંગ્લોર ચાતુર્માસ, અષાઢ સુદ-૧ ના બેંગ્લોર-ચીકપેટમાં સસ્વાગત પ્રવેશ થયો. દસ હજારની મેદનીથી હસ્તિ બિલ્ડર્સના સ્થાને બંધાયેલો વિશાળ મંડપ શોભી ઊઠ્યો હતો. અષાઢ સુદ-૫, વિજયનગરમાં જિનાલય-ઉપાશ્રયના ખાતમુહૂર્ત માટે પૂજ્યશ્રીએ એમને (મુક્તિ-મુનિ) મોકલ્યા. અષાઢ સુદ-૯ ના શિલાન્યાસ વખતે પૂજ્યશ્રી પધાર્યા. ૧૪ લાખની ઊપજ થઇ. અષાઢ સુદ-૯, પૂજ્યશ્રીએ રાત્રિ-તત્ત્વજ્ઞાનનો પાઠ શરૂ કર્યો. દરેક ચાતુર્માસમાં પૂજયશ્રી રાત્રિ-તત્ત્વજ્ઞાનનો પાઠ અવશ્ય ચલાવતા. અષાઢ સુદ-૧૪, ૨૪ તીર્થંકર સામુદાયિકતપમાં ૩૩૦આરાધકો જોડાયા. પૂજ્યશ્રીએ પંચસૂત્ર પર પ્રવચનો ફરમાવ્યાં તથા આનંદઘનચોવીશી પર વાચના આપી. અષાઢ વદ-૫ થી મુનિઓના સૂયગડંગ, કલ્પસૂત્ર વગેરેના જોગ શરૂ થયા. અષાઢ સુદ-૧૪ થી જે. જેમકુમાર તરફથી જિનાલયમાં દરરોજ સ્નાત્ર. (શ્રા.વદ-૩ સુધી) શ્રા.સુદ-૧૦, એન્ટવર્પ રહેતા હીરાના મોટા વેપારી કીર્તિલાલ મણિલાલના પુત્ર રશ્મિભાઇ પૂજયશ્રી પાસે આવ્યા. અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્ર આદેશના કારણે ખૂબ જ શોકાર્ત હતા. પણ પૂજયશ્રીની વાણીથી તેમનો આત્મા ખૂબ જ આશ્વસ્ત બન્યો. શ્રા.સુદ-૧૪, પંચ દિવસીય શિબિર ચલાવવા કુમારપાલ વી.શાહ આવ્યા. થોડું પ્રવચન પૂજયશ્રી આપતા ને ત્યારબાદ કુમારપાળભાઇ આગળનું બધું સંભાળી લેતા. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૩૯
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy