SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષ્ઠા પછી દોઢેક લાખ જેટલા જૈન-અજૈનો પ્રભુના દર્શનાર્થે આવેલા. સૌને નાળિયેરની પ્રભાવના કરાયેલી. મદ્રાસ આરાધના ભવનમાં એક વખત હિન્દુ સાધ્વી ઋતંભરા દર્શન કરવા આવ્યાં હતાં. પૂજયશ્રીની સહજ આધ્યાત્મિકતાપૂર્ણ પ્રસન્નતાથી પ્રભાવિત થયાં હતાં. મુનિશ્રી અરુણવિજયજીનું ચાતુર્માસ વેપેરીમાં હતું તેથી તેઓશ્રી પણ પ્રતિષ્ઠા સુધી રોકાયા હતા. મદ્રાસની નયા મંદિરની પ્રતિષ્ઠા પછી પૂજ્યશ્રીનું પુણ્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું. મદ્રાસ સહિત દક્ષિણ ભારતના તમામ સંઘો પ્રતિષ્ઠામાં પૂજ્યશ્રીની નિશ્રા મેળવવા પડાપડી કરવા લાગ્યા. મહાવદ-૧૩, ૧૦-૦૩-૧૯૯૪, દેવદર્શન (મદ્રાસમાં) પ્રતિષ્ઠા થઇ. સામુદાયિક ચૈત્રી ઓળી કેસરવાડીમાં થઇ. વૈ.સુદ-૪, ૧૫-૦૫-૧૯૯૪, મદ્રાસ શાંતિગુરુકુળમાં શ્રીલોદ્રવી (ચૌમુખજી) પાર્શ્વનાથજી આદિની અંજનશલાકા-પ્રતિષ્ઠા થઇ. આ અવસરે મનફરા નિવાસી (હાલ મુંબઇ), રતિલાલ હીરજી સાવલાની વૈ.સુદ-૫ ના પૂજયશ્રીના વરદ હસ્તે દીક્ષા થઇ. તેમને મુનિ શ્રી મુક્તિચન્દ્રવિજયજીના શિષ્ય બનાવ્યા. (૧૧ વર્ષનું ઉત્તમ સંયમજીવન જીવી આ મુક્તાનંદવિજયજી મહાત્મા વિ.સં. ૨૦૬૧, વૈ.સુ.૮ ના કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં સૌ પ્રથમ સ્વર્ગવાસી બનનાર આ મહાત્મા છે.) આ પ્રતિષ્ઠા દીક્ષાદિ પ્રસંગે શ્રેણિકભાઈ કસ્તૂરભાઇ આદિ પધારેલા. દક્ષિણમાં આ એક જ માત્ર પૂજયશ્રીના વરદ હસ્તે પુરુષની દીક્ષા થઇ છે. આ પ્રસંગે ફલોદીના ગુરુભક્તો તરફથી ‘ફલોદીરત્ન' બિરુદ આપવાનું સભામાં જાહેર થયું હતું. બિરુદથી સખત નારાજ થયેલા પૂજયશ્રીએ કહ્યું હતું : ભગવાને આપેલા બિરુદ સાર્થક કરીયે તોય ઘણું છે. નવા કોઇ બિરુદની જરૂર નથી. મહેરબાની કરીને બિરુદ વગેરેની કોઇ વાત કરશો નહિ. પૂજ્યશ્રીએ આ બિરુદને જાહેરમાં જ અસ્વીકૃત પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૩૪ કર્યું હતું. બિરુદ આપવાની આવી પદ્ધતિ જ પૂજ્યશ્રીએ નાપસંદ કરી હતી. તે વખતે કંઇક નારાજ થયેલા ગુરુભક્તો પછીથી પૂજયશ્રીની નિઃસ્પૃહતાથી પ્રભાવિત થયા હતા. વૈ.સુદ-૧૪ (તા. ૨૩-૦૫-૧૯૯૪) સૈદાપેઠ (મદ્રાસ) જિનાલયમાં શ્રીઆદિનાથ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા. વૈ.વ.૫, ટી.નગર (મદ્રાસ)માં નૂતન મુનિની વડી દીક્ષા પછી સાંજે અમારો બેંગલોર ચાતુર્માસાર્થે વિહાર થયો. - જેઠ સુદ-૩ (તા. ૧૨-૦૬-૧૯૯૪) વાસુપૂજ્ય એપા. (મદ્રાસ)માં શ્રીવિમલનાથજી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા. પૂજયશ્રીનું બીજું ચાતુર્માસ મદ્રાસમાં જ (ચૂલૈમાં) થયું હતું. નયા મંદિરમાં છ માસિક તિથિએ મૂળનાયક શ્રી ચન્દ્રપ્રભસ્વામીના જિનાલયમાં અમીઝરણા થતાં તથા છતમાં કેસરનાં પગલાં થતાં હજારો જૈન-અજૈન માણસો દર્શનાર્થે આવેલા. અનેક વર્તમાનપત્રોએ પણ આ સમાચારોને પ્રસિદ્ધિ આપી હતી. મદ્રાસ-ચૂર્તના જિનાલયને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં પૂજ્યશ્રીની નિશ્રામાં ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. શ્રા.સુદ-૩ (તા. ૧૦-૦૮-૧૯૯૪) તેનાપેઠમાં શ્રીપાર્શ્વનાથ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઇ. શ્રા.વદ-૯, ૩૦-૦૮-૧૯૯૪ પુરુષવાકમૂના નૂતન જિનાલયમાં પુરુષાદાનીય પાર્શ્વનાથ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઇ. આસો મહિનાની ઓળી પછી અહીં પૂજ્યશ્રીને તાવ આવવા માંડ્યો હતો. શરૂઆતમાં સામાન્ય તાવ સમજીને ઉપચાર કરવામાં આવ્યો, પણ ફાયદો ન થતાં ડોકટરની સલાહથી ટાઇફોઇડનો ઉપચાર શરૂ કર્યો, પણ તોય તાવ ન જ ઊતર્યો. પૂજયશ્રીનું શરીર અત્યંત શિથિલ થઇ ગયું. પેટમાં પણ ભયંકર પીડા ! એક વખત તો વિદાયની વેળા આવી ગઇ છે, એવો સંકેત પણ પૂ. કલ્પતરુવિ.ને આપી દીધો. આ માંદગીમાં પૂજ્યશ્રીની મગજશક્તિ એટલી મંદ થઇ ગઇ હતી કે મુહપત્તિના બોલ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૩૫
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy